<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

કોઇ સાત મહિનાની પ્રેગ્નન્‍ટ, કોઇને ત્‍યાં આવી રહી છે દીકરી

નવી દિલ્‍હી તા. ૩૧: પેરિસ ઓલિમ્‍પિકસમાં રમતોની રસાકસી વચ્‍ચે કેટલીક ઇમોશનલ ક્ષણ પણ જોવા મળી હતી. ઇજિપ્‍તની ફેન્‍સર નદા હાફેઝે પેરિસ ઓલિમ્‍પિકસમાં ફેન્‍સિંગ ઇવેન્‍ટમાં ભાગ લીધા બાદ ખુલાસો કર્યો હતો કે તે સાત મહિનાની પ્રેગ્નન્‍ટ છે. રાઉન્‍ડ ઓફ ૧૬માં પહોંચ્‍યાના કલાકો પછી હાફેઝે તેના ઇન્‍સ્‍ટાગ્રામ પર પોસ્‍ટ કર્યું કે તે એક ‘લિટલ ઓલિમ્‍પિયન' સાથે છે. બીજી તરફ અમેરિકાના સ્‍વિમર રાયન મર્ફીએ જયારે પુરૂષોની ૧૦૦ મીટર બેકસ્‍ટ્રોકમાં બ્રોન્‍ઝ મેડલ જીતે ત્‍યારે તેની પ્રેગ્નન્‍ટ પત્‍નીએ બેબીનું જેન્‍ડર જાહેર કરતાં સ્‍ટેન્‍ડમાં ઉભા થઇને ‘‘રાયન, ઇટ્‍સ અ ગર્લ'' લખેલું પોસ્‍ટર બતાવીને તેની જીત યાદગાર બનાવી દીધી હતી.

(2:27 PM IST)