<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

ચક દે ઇન્‍ડિયા... રાહુલ દ્રવિડે આપણી હોકી ટીમ માટે આ મેસેજ લખ્‍યો

પેનલ્‍ટી શૂટઆઉટમાં ભારતે આયરલેન્‍ડને ૨-૦થી પછાડયું: હવે શુક્રવારે ઓસ્‍ટ્રેલીયા સામે મુકાબલો

નવી દિલ્‍હીઃ પ્રથમ બે મેચમાં ઘણી ભૂલ કરનાર ભારતીય હોકી ટીમે ગઇ કાલે પુલ-બીની ત્રીજી મેચમાં હાઇ-ટાઇમ સુધી આયરલેન્‍ડ પર સંપૂર્ણ દબાણ જાળવી રાખ્‍યુ હતું. કેપ્‍ટન હરમનપ્રીત સિંહે ૧૧મી મિનિટે પેનલ્‍ટી સ્‍ટ્રોક પર પહેલો અને ૧૯ મી મિનિટે પેનલ્‍ટી કોર્નર પર બીજો ગોલ કર્યો હતો.

તેની સાથે ગોલકીપર પીઆર શ્રીજેશના શાનદાર પ્રદર્શનથી વિરોધી ટીમને એક પણ ગોલ કરવા ન દીધો અને ભારતીય પુરૂષ ટીમ પેરિસ ઓલિમ્‍પિકસમાં તેનું અજેય અભિયાન જાળવી રાખ્‍યુ હતું. આયરલેન્‍ડ સામે ૨-૦થી જીતનાર ભારતીય ટીમ હવે બીજી ઓગસ્‍ટે ઓસ્‍ટ્રેલિયા સામે ટકરાશે.

(2:29 PM IST)