News of Wednesday, 31st July 2024
બોયફ્રેન્ડ સાથે ઓલિમ્પિક વિલેજમાંથી મહાર ગયેલી બ્રાઝિલિયન સ્વિમરની હકાલપટ્ટી

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિકસમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. બ્રાઝિલની મહિલા સ્વિમર એના કેરોલિના વિએરા તેના બોયફ્રેન્ડ અને સાથી ખેલાડી ગેબ્રિયન સેન્તોસ સાથે પરવાનગી વગર ઓલિમ્કિસ વિલેજમાંથી છુપાઇને બહાર ફરવા ગઇ હતી.
એના બિજા જ દિવસે તેમની ફ્રીસ્ટાઇલ રિલેમાં ટીમ ઇવેન્ટ હતી, જેમાં તેઓ ખાસ પ્રદર્શન કરી શકયા નહોતાં. હઆ વર્તન બદલ એનાને બ્રાઝિલ પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જયારે બોયફ્રેન્ડે માફી માંગી લેતા તેને ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યો છે.
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
