તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Wednesday, 31st July 2024
પિતાના બલિદાન અને દરરોજની ૩પ કિલોમીટર લાંબી બસ યાત્રાને સાર્થક કરી બતાવી સરબજોત સિંહ
પુરૂષોની ૧૦ મીટર એર પિસ્ટલ ફાઇનલમાં મામૂૈલી અંતરથી હારનાર શૂટરે ત્રણ દિવસ બાદ ભારતને અપાવ્યો મેડલ

નવી દિલ્હી તા. ૩૧: પુરૂષોની ૧૦ મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં નાના માર્જિનથી હાર્યા બાદ હરિયાણાના અંબાલા નજીકના ધીન ગામના વતની સરબજોત સિંહે ગઇકાલે મનુ ભાકર સાથે મળીને પેરિસ ઓલિમ્પિકસમાં શૂટિંગમાં ભારતનો બીજો મેડલ જીતે હતો પોતાની પહેલી ઓલિમ્પિક ગેમ્સની પહેલી જ ઇવેન્ટમાં હાર્યાના ત્રણ દિવસ બાદ તેણે દેશને ગૌરવ અપાવ્યું હતું. સરબજોતે અંબાલામાં કોચ અભિષેક રાણાની એકેડેમીમાં જવા દરરોજ ૩પ કિલોમીટરની લાંબી બસમુસાફરી અને તેના પિતાના બલિદાનને યાદ કરવાનું શરૂ કર્યું હતું. તેના પિતા તેમની મર્યાદિત ખેતીની આવકથી પરિવારનું ભરણપોષણ કરતા હતા. તેણે તેના અમેરિકાસ્થિત દાદાને પણ યાદ કર્યા જેમણે સુનિશ્ચિત કર્યું કે તેમના પૌત્રને શૂટિંગનાં ખર્ચાળ સાધનોની અછત ન પડે. સરબજોત સિંહ યુ-ટયુબ વિડિયો જોઇને શૂટર બનવાનું નકકી કર્યું હતું.
સરબજોત સિંહે મેડલ જીત્યા બાદ કહ્યું હતું કે 'ફાઇનલ પછી હું ફકત એટલું જ વિચારી શકતો હતો કે મારા પિતાએ મારા માટે આખી જિંદગી શું કર્યું, મારા દાદાએ મદદ કરી અને મારી કરીઅરનાં પ્રથમ બે વર્ષ અંબાલાથી કરેલી બસની મુસાફરી મારી આંખો સામે દેખાવા લાગી. હવે મેડલ જીત્યા બાદ મને આશા છે કે હું મારાં માતા-પિતાનું જીવન સારૃં બનાવી શકીશ. મારા પરિવારે મારૃં મનોબળ વધાર્યું. પહેલી હાર બાદ મેં કોચ સાથે વાત કરી અને ભૂલ કયાં થઇએ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
