News of Wednesday, 31st July 2024
તરુણદીપ રાય પુરુષોની તીરંદાજીની વ્યક્તિગત ઇવેન્ટમાંથી બહાર
રાઉન્ડ ઓફ 64માં તેને ગ્રેટ બ્રિટનના ટોમ હોલના હાથે 6-4થી હારનો સામનો કરવો પડ્યો

નવી દિલ્હી : પેરિસ ઓલમ્પિકમાં તરુણદીપ રાય પુરુષોની તીરંદાજીની વ્યક્તિગત ઇવેન્ટમાંથી બહાર છે. રાઉન્ડ ઓફ 64માં તેને ગ્રેટ બ્રિટનના ટોમ હોલના હાથે 6-4થી હારનો સામનો કરવો પડ્યો હતો. તરુણદીપ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ તેનું પ્રદર્શન ઘણું નિરાશાજનક હતું.
પ્રથમ સેટમાં બંને તીરંદાજોએ સમાન પોઈન્ટ મેળવ્યા હતા જ્યારે બીજા સેટમાં હાર બાદ તરુણદીપ 1-3થી પાછળ રહી ગયો હતો. આ પછી, તેણે ત્રીજા સેટમાં પુનરાગમન કર્યું, પરંતુ ચોથા સેટમાં ફરીથી હારનો સામનો કરવો પડ્યો અને મેચ 3-5 પર આવી ગઈ. પાંચમાં સેટમાં બંનેને એક-એક પોઈન્ટ મળ્યો અને હોલ મેચ જીતી ગયો. આ સાથે તરુણદીપ રાઉન્ડ ઓફ 64માંથી બહાર થઈ ગયો હતો
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
