<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

ચેમ્‍પિયન્‍સ ટ્રોફી માટે ભીખ મંગુ પાકિસ્‍તાનને આઇસીસીએ આપ્‍યા ૪પ લાખ ડોલર

જો કે ભારતીય ટીમ પાક. રમવા જશે કે નહીં તે અંગે કોઇ ચર્ચા ન થઇ

નવી દિલ્‍હી, તા. ર : ચેમ્‍પિયન્‍સ ટ્રોફી ૨૦૨૫ને લઈને પાકિસ્‍તાન ઘણા દિવસોથી પરેશાન છે.  જય શાહની અધ્‍યક્ષતા વાળી આઇસીસીની એક કમિટીએ ચેમ્‍પિયન્‍સ ટ્રોફી માટે પાકિસ્‍તાનનું બજેટ પાસ કરી દીધુ છે.પરંતુ ભારતીય ટીમ ટૂર્નામેન્‍ટ રમવા માટે પાકિસ્‍તાન જશે કે નહીં આ વાતની અત્‍યાર સુધી પુષ્ટી નથી થઈ શકી.

પાકિસ્‍તાન ચેમ્‍પિયન્‍સ ટ્રોફીની મેજબાની અને ભારતને પાકિસ્‍તાન બોલાવવા માટે આતુર છે. પાકિસ્‍તાને આઈસીસીને મેગા ઈવેન્‍ટ માટે ડ્રાફ્‌ટ શેડ્‍યુલ પણ આપી દીધુ છે. જેમાં ભારતની બધી મેચ લાહોરમાં રમાશે.

પરંતુ આઈસીસી અને બીસીસીઆઈએ ટીમ ઈન્‍ડિયાના પાકિસ્‍તાન જવાના મુદ્દા પર ચુપ્‍પી સાધી રાખી છે. કોલંબોમાં થયેલી વાર્ષિક મીટિંગમાં આ મુદ્દા પર કોઈ ચર્ચા નથી થઈ.

આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટ પરિષદની તરફથી પાકિસ્‍તાનમાં થવા જઈ રહેલી ચેમ્‍પિયન્‍સ ટ્રોફીના આયોજન માટે લગભગ સાત કરોડ અમેરિકી ડોલરના બજેટને મંજૂરી આપવામાં આવી ગઈ છે.એક સૂત્રના જણાવ્‍યા અનુસાર આઇસીસી સચિવ જય શાહની અધ્‍યક્ષતા વાળી આઇસીસીની નાણાકીય અને વાણિજ્‍ય કમિટીએ આ બજેટને આગળ વધાર્યું છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર ટૂર્નામેન્‍ટ માટે કુલ બજેટ સાત કરોડ ડોલરની આસપાસ છે અને બાકી ખર્ચા માટે ફક્‍ત ૪૫ લાખ ડોલર આપવામાં આવ્‍યા છે.

(1:04 PM IST)