<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

સ્‍વપ્‍નીલે છ મહિનાની સેલેરી બચાવી ત્રણ લાખની પહેલી રાઇફલ ખરીદી હતી

ગગન નારંગ સ્‍વપ્‍નીલની આ સિધ્‍ધિ જોઇ રડી પડયો અને કહ્યુ આ બ્રોન્‍ઝ તેના માટે ગોલ્‍ડ સમાન છે

નવી દિલ્‍હી,તા. ૨: ઓલમોસ્‍ટ ૨૯ વર્ષના થઈ ગયેલા સ્‍વપ્‍નિલ કુસાલે પોતાના બર્થ-ડેના મહિનામાં જીવનની સર્વશ્રેષ્ઠ ઉપલબ્‍ધિ મેળવી છે. તેનો જન્‍મ ૧૯૯૫ની ૬ ઓગસ્‍ટે કોલ્‍હાપુર જિલ્લાના કાંબલવાડી ગામમાં થયો હતો. ૨૦૧૨થી તે શૂટિંગ ઇવેન્‍ટ્‍સમાં ભાગ લઈ રહ્યો છે. ૨૦૧૫થી ભારતીય રેલવેના પુણે ડિવિઝનમાં ટિકિટ કલેક્‍ટર તરીકે કામ કરતા સ્‍વપ્‍નિલે છ મહિનાની સેલેરી બચાવીને એનો ઉપયોગ પોતાની ત્રણ લાખની પહેલી રાઇફલ ખરીદવામાં કર્યો હતો. તેણે ૨૦૧૭ની કોમનવેલ્‍થ ચેમ્‍પિયનશિપમાં બ્રોન્‍ઝ, ૨૦૨૧ના વર્લ્‍ડ કપમાં ગોલ્‍ડ તથા ૨૦૨૨ની વર્લ્‍ડ ચેમ્‍પિયનશિપમાં બ્રોન્‍ઝ અને એશિયન ગેમ્‍સમાં ગોલ્‍ડ જીત્‍યો હતો.

સ્‍વપ્‍નિલ પોતાની જેમ ટિકિટ કલેક્‍ટર તરીકે કરીઅરની શરૂઆત કરનાર મહેન્‍દ્ર સિંહ ધોની પાસેથી શાંત રહેવાનું શીખ્‍યો છે. સ્‍વપ્‍નિલે જેની પાસે શૂટિંગની પ્રેરણા લીધી હતી તે ભૂતપૂર્વ ભારતીય શૂટર ગગન નારંગ એક ઇન્‍ટરવ્‍યુમાં તેની આ સિદ્ધિ જોઈને રડી પડ્‍યો હતો અને કહ્યું હતું કે તેણે ઘણી મહેનત કરી છે અને આ બ્રોન્‍ઝ તેના માટે ગોલ્‍ડ સમાન છે.

(1:21 PM IST)