<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

સાત્‍વિક અને ચિરાગની જોડી કવોર્ટર ફાઇનલમાં હારીઃ ફ્રેન્‍સ નિરાશ

નવી દિલ્‍હી,તા. ૨: મેડલ જીતવા માટે ફેવરિટ ભારતીય જોડી સાત્‍વિકસાઈરાજ રેન્‍કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ગઈ કાલે ભારતીય ફેન્‍સને નિરાશ કર્યા હતા. પેરિસ ઓલિમ્‍પિક્‍સની પુરુષ ડબલ્‍સની ક્‍વોર્ટર ફાઇનલમાં પ્રથમ ગેમ જીતવા છતાં મલેશિયાની એરોન ચિયા અને સોહ વુઈ યીકની જોડી સામે તેમણે હારનો સામનો કરવો પડ્‍યો હતો. વિશ્વના પાંચમા નંબરના સાત્‍વિક અને ચિરાગ વિશ્વની સાતમા નંબરની જોડી સામે ૨૧-૧૩, ૧૪-૨૧, ૧૬-૨૧થી પરાજય થતાં ટુર્નામેન્‍ટમાંથી બહાર થયા હતા. કોમનવેલ્‍થ ગેમ્‍સની અને એશિયન ગેમ્‍સની ચેમ્‍પિયન આ ભારતીય જોડી ટોક્‍યો ઓલિમ્‍પિક્‍સની બ્રોન્‍ઝ મેડલ વિજેતા મલેશિયાની જોડી સામે બારમાંથી નવમી મેચ હારી છે.

(2:13 PM IST)