News of Wednesday, 7th August 2024
ખેલાડીઓએ દબાણ હેઠળ કેવી રીતે રમવું એ શીખવું પડશે
બેડમીન્ટનમાં એકપણ મેડલ ન મળતા મેન્ટર પ્રકાશ પાદુકોણે કહ્યું ચીન જેવી સિસ્ટમ્સ હોવી જોઇએ, જ્યાં તેઓ એક ખેલાડી પર નિર્ભર ન હોય અને અન્ય ખેલાડીઓ વિકસાવતા રહે : ખેલાડીઓ પણ સ્પોર્ટસ સાઇકલોજીનું મહત્વ સમજે

નવી દિલ્હી તા. ૭ : પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતીય બેડ્મિન્ટન ટીમના મેન્ટર બનીને ગયેલા ભૂતપૂર્વ ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયન અને અભિનેત્રી દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણે એક પણ મેડલ ન જીતવા પર કહ્યું હતું, ‘હવે સમય આવી ગયો છે કે ખેલાડીઓએ દબાણનો સામનો કરવાનું શીખીને જવાબદાર બનવું પડશે. ભારતે એના ખેલાડીઓને માનસિક તાલીમ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
ચીન જેવી સિસ્ટમ હોવી જોઈએ જયાં તેઓ એક ખેલાડી પર નિર્ભર ન હોય અને અન્ય ખેલાડીઓ વિકસાવતા રહે. ભારત સરકાર અને ફેડરેશન ભારતીય ખેલાડીઓને તમામ વ્યવસ્થા કરી આપે છે. હવે સમય આવી ગયો છે કે ખેલાડીઓ પણ સ્પોર્ટ્સ સાઇકોલોજીનું મહત્ત્વ સમજે.બાવીસ વર્ષનો લક્ષ્ય સેન સેમી ફાઈનલમાં અને બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં દબાણને કારણે ઇતિહાસ રચતાં ચૂકી ગયો હતો. તેના શરૂઆતના પ્રદર્શનને જોતા લાગી રહ્યું હતું કે ઓલિમ્પિક્સમાં મેડલ જીતનાર તે પહેલો ભારતીય પુરૂષ બેડ્મિન્ટન ખેલાડી બની જશે
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
