<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

વિનેશને સમજાવીશું કે સંન્‍યાસ પરત લેઃ ૨૦૨૮ ઓલમ્‍પિકની તૈયારી કરવા લાગેઃ હજુ ઘણું રમવાનું બાકીઃમહાવીર ફોગાટ

નવી દિલ્‍હી, તા.,૮: પેરિસ ઓલમ્‍પિકમાં અયોગ્‍ય ઠેરવવામાં આવતા ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગાટે સંન્‍યાસની જાહેરાત કરી છે. વિનેશ ફોગાટના નિર્ણયથી લોકો હેરાન છે. વિનેશના આ નિર્ણય પર તેના કાકા મહાવીર ફોગાટે પણ પ્રતિક્રિયા આપી છે અને સંન્‍યાસનો નિર્ણય પરત લેવાની વાત કહી છે.

વિનેશ ફોગાટને કુશ્‍તી શીખવાડનારા કાકા મહાવીર ફોગાટે કહ્યું કે જ્‍યારે પણ વિનેશ આવશે તો તેને સમજાવીશું કે હજુ ઘણું રમવાનું છે અને તે પોતાનો સંન્‍યાસનો નિર્ણય બદલી નાખે. અત્‍યારથી જ ૨૦૨૮ ઓલમ્‍પિકની તૈયારીમાં જોડાવવા માટે કહીશું. બજરંગ પૂનિયા અને અમે બધા મળીને સમજાવીશું.

મહાવીર ફોગાટે કહ્યું કે ૨૦૧૬માં તે ઇજાને કારણે ઓલમ્‍પિકમાં મેડલ જીતી શકી નહતી. ૨૦૨૦ અને ૨૦૨૪માં ફેડરેશન અને બ્રળજભૂષણ વિરૂદ્ધ પ્રદર્શનને કારણે તે દબાણમાં હતી.

વિનેશે સંન્‍યાસનો નિર્ણય કેમ લીધો? જવાબમાં મહાવીર ફોગાટે કહ્યું કે જે પણ ખેલાડી આ સ્‍તર સુધી પહોંચે છે તે અને જ્‍યારે આ રીતની સ્‍થિતિ બની જાય છે તો તે ગુસ્‍સામાં આ રીતના નિર્ણય લઇ લે છે. આ તેનો ત્રીજો ઓલમ્‍પિક હતો અને આટલું નજીક પહોંચીને ખાલી હાથ રહેવું દિલ તોડનારૂ છે. (

(2:06 PM IST)