તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th August 2024
કુસ્તીબાજ અંતિમ પંધાલને પેરીસ છોડવા આદેશ : માન્યતા રદ્દ
અંતિમની બહેન નિશાએ એક્રેડીએશન કાર્ડનો ખોટો ઉપયોગ કર્યો હતો

નવી દિલ્હી, તા. ૮ : ભારતીય કુસ્તીબાજ અંતીમ પંઘાલની પેરિસ ઓલિમ્પિક વિલેજની માન્યતા રદ કરવામાં આવી છે અને તેને પેરિસ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેની પાછળનું કારણ તેની બહેન છે, જેને સુરક્ષા અધિકારીઓએ ખોટા એક્રેડિટેશન કાર્ડનો ઉપયોગ કરીને કેમ્પસમાં પ્રવેશ કરતા પકડી હતી. અંતીમની બહેન નિશા પંઘાલને તેના ગુના માટે પેરિસ પોલીસ દ્વારા થોડા સમય માટે અટકાયતમાં લેવામાં આવી હતી, પરંતુ બાદમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના હસ્તક્ષેપને પગલે ચેતવણી સાથે છોડી દેવામાં આવી હતી. જો કે, આ ઘટના પછી, આઇઓએ એ અંતિમને તેના કોચ, ભાઈ અને બહેન સાથે પેરિસ છોડવાનો નિર્દેશ આપ્યો છે.
અંતિમ પંઘાલ તેના અંગત કોચ અને સ્પેરિંગ પાર્ટનરને મળવા ગઈ હતી, જ્યારે તેણે તેની બહેન નિશાને કહ્યું હતું કે, તે તેના એક્રિડિટેશનનો ઉપયોગ કરીને પેરિસ ગેમ્સ વિલેજમાંથી તેનો સામાન લઈ આવે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
