<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

વિનેશ પાસે મેડલ માટે વિકલ્પ ખુલ્લો: નિર્ણયને કોર્ટમાં પડકારી શકે છે

સીએએસ ની વેબસાઈટ અનુસાર સીએએસ ના કોઈપણ નિર્ણય ને પડકારી શકાય છે. પરંતુ તેના માટે યોગ્ય આધાર હોવો જરૂરી

નવી દિલ્હી:ખેલોના સૌથી મોટા મહાકુંભ એવા પેરિસ ઓલિમ્પિકનું 11 ઓગસ્ટ, 2024ના રોજ સમાપન થઇ ગયું છે. ભારતીય રેસલર વિનેશ ફોગાટ 50 કિગ્રા રેસલીગ ઇવેન્ટના ફાઇનલ સુધી પહોંચી હતી. પરંતુ  તેનું વજન નિર્ધારિત માપદંડ કરતા 100 ગ્રામ વધુ હોવાના કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.

સીએએસેના નિર્ણય આવ્યા છતાં આ મામલો સંપૂર્ણ ખતમ થયો નથી. વિનેશ આ નિર્ણયને કોર્ટમાં પડકારી શકે છે.સીએએસ ની વેબસાઈટ અનુસાર  સીએએસ ના કોઈપણ નિર્ણય ને પડકારી શકાય છે. પરંતુ તેના માટે યોગ્ય આધાર હોવો જરૂરી છે. સ્વિસ ફેડરલ ટ્રિબ્યુનલમાં ન્યાયિક સહાય માત્ર ખૂબ જ મર્યાદિત આધારો પર આપવામાં આવે છે, જેમ કે અધિકારક્ષેત્રનો અભાવ, નિયમોનું ઉલ્લંઘન (દા.ત. ન્યાયી સુનાવણીમાં નિષ્પક્ષતાના અધિકારનું ઉલ્લંઘન).

ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ પીટી ઉષાએ સીએએસના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી હતી. ઉષાએ કહ્યું કે આઇઓએ  આ મામલે કાયદાકીય મદદ લેશે. આઇઓએ વિનેશની સાથે છે જ અને અમે અન્ય કાનૂની વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ.

 

(4:59 PM IST)