તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Thursday, 22nd August 2024
ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડથી ક્રિકેટર રોહિત શર્મા સન્માનિત

નવી દિલ્હી: ભારતીય કેપ્ટન રોહિત શર્માને બુધવારે અહીં CEAT ક્રિકેટ રેટિંગ એવોર્ડ્સ 2023-24માં 'મેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર'થી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડને 'લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.ભારતના મહાન બેટ્સમેન વિરાટ કોહલીને 'મેન્સ ODI બેટ્સમેન ઓફ ધ યર' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, જ્યારે બોલિંગમાં મોહમ્મદ શમીને 'ODI બોલર ઓફ ધ યર' એવોર્ડ આપવામાં આવ્યો હતો. 2023 ODI વર્લ્ડ કપ દરમિયાન શમીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન, જ્યાં તે 24 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે ઉભરી આવ્યો.આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં 712 રન બનાવનાર યુવા સેન્સેશન યશસ્વી જયસ્વાલને 'મેન્સ ટેસ્ટ બેટ્સમેન ઓફ ધ યર' તરીકે સન્માનિત કરવામાં આવ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં જયસ્વાલનો ઉદય અદભૂત રહ્યો છે, તેના અસાધારણ પ્રદર્શનને વ્યાપક પ્રશંસા મળી છે.અનુભવી ઑફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિનને 'મેન્સ ટેસ્ટ બોલર ઑફ ધ યર' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.BCCI સેક્રેટરી જય શાહને ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાન બદલ 'એક્સલન્સ ઇન સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેશન એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.ગત સિઝનમાં રણજી ટ્રોફીની ફાઇનલમાં પોતાની ટીમનું નેતૃત્વ કરનાર તમિલનાડુના કેપ્ટન આર સાઈ કિશોરને 'ડોમેસ્ટિક ક્રિકેટર ઑફ ધ યર' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.ન્યુઝીલેન્ડના ટિમ સાઉથીને 'મેન્સ ટી20 બોલર ઑફ ધ યર' તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટને ટી20 ફોર્મેટમાં 'બાસમેન ઑફ ધ યર' તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
