News of Friday, 30th August 2024
અશ્વિનની ઓલટાઇમ બેસ્ટ IPL પ્લેઇંગ ઇલેવનમાં ધોની કેપ્ટન સાથે ફીનીશરની ભૂમિકામાં
રોહિત, વિરાટ, સૂર્યા, બુમરાહ, ડીવીલીયર્સને સ્થાન

નવી દિલ્હીઃ આર.અશ્વિને આઇપીએલની ઓલટાઇમ બેસ્ટ પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરી છે. અશ્વિનની ટીમમાં પાંચ વારના ચેમ્પિયન કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્માને જગ્યા મળી છે. રોહિતને ઓપનિંગની જવાબદારી આપવામાં આવી છે, જ્યારે ધોનીને પણ અશ્વિનની ટીમમાં મેચ-ફિનીશર અને વિકેટકીપર તરીકે રાખવામાં આવ્યો છે.
ખાસ વાત એ છે કે અશ્વિને કેપ્ટન્સીની જવાબદારી પણ ધોનીને આપી છે. આ ટીમમાં બે સ્પિનર અને ત્રણ ફાસ્ટ બોલરને સ્થાન આપવામાં આવ્યું છે. આ ટીમમાં સૌથી વધુ ચાર મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડીઓને સ્થાન મળ્યુ છે.
રોહિત શર્મા (મુંબઇ), વિરાટ કોહલી (બેંગ્લોર), સુરેશ રૈયા (ચેન્નાઇ), સૂર્યકુમાર યાદવ (મુંબઇ), એ.બી. ડિવિલિયર્સ (બેંગ્લોર), મહેન્દ્રસિંહ ધોની (ચેન્નઇ), રાશિદ ખાન (ગુજરાત), સુનીલ નારાયણ (કલકતા), ભૂવનેશ્વર કુમાર (હૈદરાબાદ), જસપ્રીત બુમરાહ (મુંબઇ), લસિથ મલિંગા (મુંબઇ).
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
