<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

બોલ મને કેમ મારી રહ્યો છે, બીજા ફિલ્‍ડરને આપી દે...

પંત અને લિટનદાસ વચ્‍ચે રકઝક

નવી દિલ્‍હીઃ ચેન્‍નાઇ ટેસ્‍ટમાં પહેલા દિવસની રમતમાં રિષભ પંત અને બંગલાદેશના વિકેટકીપર લિટન દાસ એક સમયે સામસામે આવી ગયા હતા જેનો વિડિયો વાઇરલ થયો છ.૧૬મી ઓવરમાં લિટન દાસે રન દોડતા રિષભ પંતના પગ પર બોલ માર્યો હતો જેને કારણે પંતે આવીને તેને કહ્યું, ‘બોલ મને કેમ મારી રહ્યો છે, બીજા ફીલ્‍ડરને આપી દે.' એ દરમ્‍યાન લિટન દાસ તેની સાથે દલીલ કરતો જોવા મળ્‍યો હતો. હકીકતમાં લિટન દાસ તેના પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેનું ધ્‍યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો જેથી બંગલાદેશને વધુ એક વિકેટ મળી શકે.

(2:16 PM IST)