<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

ડેવિડ વોર્નર હવે ફિલ્‍મી પડદે

નવી દિલ્‍હીઃ ઇન્‍ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્‍ટ લેનાર ઓસ્‍ટ્રેલિયન દિગ્‍ગજ ડેવિડ વોર્નર હવે પોતાની એક્‍ટિંગ અને ડાન્‍સ-સ્‍કિલ પર કામ કરતો જોવા મળી રહ્યો છે. હાલમાં તે ઓસ્‍ટ્રેલિયાના મેલબર્નમાં એક ફિલ્‍મનું શૂટિંગ કરતો હતો. જ્‍યાં તે વાઇટ શર્ટ, ગોલ્‍ડન ગન અને શરીર પર ટેટુ સાથે જોવા મળ્‍યો હતો. વાઇરલ થયેલા વીડીયોમાં જોવા મળ્‍યુ હતું કે તે હેલિકોપ્‍ટરમાંથી બહાર આવીને કેન્‍ડી ખાઇને કેટલાક બોડીગાર્ડને ગોલ્‍ડન ગનથી ડરાવી રહ્યો છે. ક્રિકેટના મેદાન પર ધમાલ મચાવનાર આ ક્રિકેટર હવે ફિલ્‍મી પડદે  મનોરંજન આપતો જોવા મળશે.

(2:17 PM IST)