તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
યશસ્વી જયસ્વાલે તોડ્યો આ 51 વર્ષ જૂનો રેકોર્ડ, રચ્યો ઈતિહાસ
ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં 10 રન બનાવીને આઉટ થયો આ ઇનિંગ દરમિયાન તેણે 51 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈના મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશના બેટ્સમેનો ભારતીય બોલરો સામે ટકી શક્યા ન હતા અને આખી ટીમ માત્ર 149 રન સુધી જ સિમિત રહી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવના આધારે 227 રનની લીડ મેળવી લીધી છે.
બીજા દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ 3 વિકેટના નુકસાન પર 81 રન બનાવી લીધા હતા. આ સાથે જ બીજી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે પ્રથમ દાવમાં 56 રન અને બીજા દાવમાં 10 રન બનાવ્યા હતા. આ સાથે તે પોતાની કારકિર્દીની પ્રથમ 10 ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે.
તેણે સુનીલ ગાવસ્કરનો 51 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. સુનીલ ગાવસ્કરે પ્રથમ 10 ટેસ્ટ મેચમાં 978 રન બનાવ્યા હતા. તેણે આ કારનામું 1973માં કર્યું હતું. તે જ સમયે, યશસ્વી જયસ્વાલે તેની કારકિર્દીની પ્રથમ 10 ટેસ્ટ મેચમાં અત્યાર સુધીમાં 1094 રન બનાવ્યા છે. આ સાથે તે સુનીલ ગાવસ્કર કરતા પણ આગળ નીકળી ગયો છે.
યશસ્વી જયસ્વાલે 2023માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ તેણે ટેસ્ટમાં 10 મેચમાં 1094 રન બનાવ્યા છે. તેણે દસ ટેસ્ટ મેચમાં ત્રણ સદી ફટકારી છે. તેણે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 712 રન બનાવ્યા હતા. જો તેના ટી20 કરિયરની વાત કરીએ તો તેણે 23 ટી20 ઈન્ટરનેશનલ મેચમાં કુલ 723 રન બનાવ્યા છે. તેણે ટી20માં એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે.
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
