News of Sunday, 29th September 2024
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાન ક્રિકેટમાં નવો વિવાદ સર્જાયઃ મોહમ્મદ યુસુફે રાજીનામું આપ્યુ
પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ યુસુફે વ્યક્તિગત કારણોસર રાષ્ટ્રીય પસંદગીકારના પદ પરથી રાજીનામું આપ્યાનું બહાર આવ્ય઼ુ

મુંબઇઃ પાકિસ્તાન ક્રિકેટમાં દરરોજ એક નવો વિવાદ સર્જાય છે. હવે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં પસંદગીકારના પદ પર રહેલા મહાન ક્રિકેટર મોહમ્મદ યુસુફે રાજીનામું આપી દીધું છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી.
મુહમ્મદ યુસુફે રાજીનામું આપ્યુંઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનને સોંપવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ આની તૈયારીઓમાં વ્યસ્ત છે, પરંતુ આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ યુસુફે રવિવારે વ્યક્તિગત કારણોસર રાષ્ટ્રીય પસંદગીકારના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. યુસુફ ગયા વર્ષથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે વિવિધ ભૂમિકાઓમાં જોડાયેલો છે. તે રાષ્ટ્રીય પસંદગી સમિતિનો એક ભાગ હતો. જેમાં બે ભૂતપૂર્વ ટેસ્ટ ખેલાડીઓ, મુખ્ય કોચ, કેપ્ટન અને એક વિશ્લેષકનો સમાવેશ થાય છે.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
