તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Monday, 30th September 2024
બોલરનો રૂમાલ પડયો અને બોલ્ડ થયેલો બેટર નોટઆઉટ જાહેર થયો

નવી દિલ્હી : સમરસેટ અને હેમ્પશાયર વચ્ચેની કાઉન્ટી ચેમ્પિયનશીપ મેચ દરમિયાન ઇંગ્લેન્ડનો શોએબ બશીર એક વિચિત્ર ઘટનાને કારણે બોલ્ડ થવા છતાં નોટઆઉટ જાહેર થયો હતો.
હેમ્પશર તરફથી રમતા સાઉથ આફ્રીકાના ફાસ્ટ બોલર કાઇલ એબોટ સામે ક્લીન બોલ્ડ થયો હતો. જોકે નોન-સ્ટ્રાઇકરના છેડે એબોટના ટ્રેક પેન્ટ પરથી રૂમાલ પડી ગયો હોવાથી ઓન-ફીલ્ડ અમ્પાયરે ડેડ-બોલ જાહેર કરીને બશીરને નોટઆઉટ આપ્યો હતો. નિયમો અનુસાર જ્યારે સ્ટ્રાઇકર કોઇ અવાજ કે હલનચલન અથવા અન્ય કોઇ પણ રીતે બોલની ડિલિવરી પહેલા વિચલિત થયા છે ત્યારે અમ્પાયર ડેડ-બોલ જાહેર કરી શકે છે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
