News of Wednesday, 2nd October 2024
લાંબા સમય બાદ દીકરીને મળતા ભાવુક થયો શમી: પુત્રી સાથે ફૂલ સિક્યોરિટીની વચ્ચે મોલમાં ફરતો જોવા મળ્યો ફાસ્ટ બોલર
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો સોશિયલ મીડિયા પર વીડિયો પર વીડિયો વાયરલ

મુંબઈ :ફાસ્ટ બોલર મોહમ્મદ શમી છેલ્લા કેટલાક સમયથી ટીમથી દૂર છે. છેલ્લા શમીએ ભારત માટે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ રમી હતી. આ પછી તે ઇજાગ્રસ્ત થતા તે ટીમ ઇન્ડિયા સાથે રમતો જોવા મળ્યો નથી. ભારતીય ટીમથી દૂર ચાલી રહી રહેલ શમી, સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. શમીએ 1 ઓક્ટોબરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર વીડિયો શેર કર્યો હતો. જેમાં તે પોતાની દીકરી સાથે જોવા મળી રહ્યો છે.
શમીની પર્સનલ લાઇફ વિશે ભાગ્યે જ કોઈ ક્રિકેટપ્રેમી નહીં જાણતું હોય. શમીની પત્ની હસીન જહાંથી 2018માં અલગ થઈ ગયો છે. શમી પર તેની પત્નીએ અનેક આરોપ લગાવ્યા હતા. જેમાં ઘરેલુ હિંસા અને મેચ ફિક્સિંગ જેવા આરોપો પણ સામેલ છે. ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલ્યા બાદ બંને અલગ થઈ ગયા હતા. ત્યારથી શમી દીકરી ‘બેબો’ તેની માતા સાથે રહે છે અને શમી પોતાની દીકરીને મળી શકતો નથી
શમીએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં શમી ફુલ સિક્યોરિટીની વચ્ચે તેની દીકરી સાથે જોવા મળી રહ્યો છે. શમી તેની દીકરી બેબોને મિસ કરતો હોય છે અને ફેન્સ સાથે તે પોતાની લાગણીઓ અનેકવાર શેર કરતો રહે છે. પરંતુ અત્યારે સોશિયલ મીડિયા પર શેર કરેલ વીડિયોમાં શમી પોતાની દીકરી સાથે જોવા મળી રહ્યો છે. આ દરમિયાન એક મોલમાં તે બેબો સાથે શોપિંગ કરી રહ્યો છે. તેમજ તમે વીડિયોમાં જોઈ શકો છો કે તે એક શૂઝની દુકાન પરથી પોતાની દીકરી માટે શૂઝ ખરીદતો જોવા મળી રહ્યો છે. આ સિવાય તે મેકઅપની દુકાન પર પણ જોવા મળે છે.
શમી ઘણા સમય પછી પોતાની દીકરીને મળ્યો હતો. સાથે જ શમીની પુત્રી બેબો પણ પિતાને મળીને ઘણી ખુશ જોવા મળી રહી છે. જોકે શમી પોતાની દીકરીને ગળે મળી ઘણો ભાવુક થઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર તેણે વીડિયો શેર કરતા લખ્યું હતું કે, “લાંબા સમય બાદ મેં જ્યારે મેં તમને જોયા તો સમય ત્યાં જ રોકાઈ ગયો હતો. હું તમને એટલો જ પ્રેમ કરું છું જેટલો શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય.”
શમીનો આ વીડિયો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. શમી પોતાની દીકરીને તેના જન્મદિવસ પર બહુ મિસ કરતો હોય છે. જો શમીની વાપસીની વાત કરીએ તો, શમીને ન્યૂઝીલેન્ડ સામેની 3 ટેસ્ટ મેચની શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવી શકે છે
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
