News of Wednesday, 2nd October 2024
પાકિસ્તાન ટીમમાં એક નહીં પણ ત્રણ- ત્રણ કેપ્ટન હશે : ગેરી કર્સ્ટન અને PCBનો મોટો પ્લાન તૈયાર
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આગામી સમયમાં ત્રણ ફોર્મેટ માટે ત્રણ કેપ્ટનની નિમણૂક કરી શકે

કરાંચી : બાબર આઝમે અચાનક ટીમની કેપ્ટનશીપ છોડ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. બાબર પાસેથી આ નિર્ણયની કોઈને અપેક્ષા નહોતી. હવે દરેકના મનમાં સવાલ છે કે ટીમનો આગામી કેપ્ટન કોણ બનશે. હાલમાં મોહમ્મદ રિઝવાન આ રેસમાં આગળ હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ હવે આવી રહેલા નવા અપડેટ મુજબ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ODI, ટેસ્ટ અને T-20 ઇન્ટરનેશનલમાં ત્રણ અલગ-અલગ કેપ્ટનની નિમણૂક કરી શકે છે
ટીમના સફેદ બોલના ફોર્મેટના મુખ્ય કોચ ગેરી કર્સ્ટનનું કહેવું છે કે મોહમ્મદ રિઝવાન ત્રણેય ફોર્મેટમાં રમવાની અને મર્યાદિત ઓવરની ક્રિકેટમાં કેપ્ટનશિપ કરવાની જવાબદારી સંભાળી શકશે નહીં. આવી સ્થિતિમાં પાકિસ્તાન ત્રણેય ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટન બનાવી શકે છે.
સફેદ બોલના ફોર્મેટ માટે પીસીબીની પસંદગી સમિતિમાં ગેરી કર્સ્ટન અને ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અસદ શફીકનો સમાવેશ થાય છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, કર્સ્ટન અથવા પસંદગી સમિતિ માટે ટૂંકા ફોર્મેટમાં આગામી કેપ્ટનની પસંદગી કરવી સરળ રહેશે નહીં. .
ટેસ્ટ કેપ્ટન શાન મસૂદના આંકડા કંઈ ખાસ નથી રહ્યા, પરંતુ આ પછી પણ તે આ પદ પર ચાલુ રહી શકે છે. ઓડીઆઈ અને ટી-20માં રિઝવાન પસંદગીકારોની પ્રથમ પસંદગી છે, પરંતુ કોચ તેના વર્કલોડ મેનેજમેન્ટને લઈને પણ સાવચેત છે. આના પર એક સૂત્રએ કહ્યું, 'મર્યાદિત ઓવરના ક્રિકેટમાં કેપ્ટનશિપ માટે મોહમ્મદ રિઝવાન સ્પષ્ટ પસંદગી છે, કારણ કે બાબર પછી તે એકમાત્ર એવો ખેલાડી છે જેને રમતના તમામ ફોર્મેટમાં નિયમિતપણે પસંદ કરવામાં આવે છે.'
"પરંતુ વસ્તુઓ એટલી સરળ નથી કારણ કે ટીમના વ્યસ્ત આંતરરાષ્ટ્રીય કેલેન્ડર સાથે રિઝવાન પર કામનું ભારણ રેડ બોલના કોચ જેસન ગિલેસ્પી, કર્સ્ટન, પીસીબી અને પસંદગીકારો માટે ચિંતાનો વિષય છે," તેણે કહ્યું. તેથી વર્કલોડ મેનેજમેન્ટ એ બધા માટે એક મોટી સમસ્યા બની રહેશે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાને નવેમ્બરથી ડિસેમ્બર વચ્ચે ઓસ્ટ્રેલિયા, ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકામાં 18 ODI અને T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાની છે.
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
