News of Monday, 7th October 2024
મયંક યાદવે ડેબ્યૂ મેચમાં કેરિયરનો સૌથી ફાસ્ટ બોલ ફેંક્યો :વિશ્વ ક્રિકેટમાં હલચલ મચાવી દીધી
મયંકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રથમ મેડન ઓવર નાખી

મુંબઈ :ભારતે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં બાંગ્લાદેશ સામે સાત વિકેટે આસાન વિજય નોંધાવ્યો હતો. પ્રથમ બોલિંગ કરીને, ભારતના ફાસ્ટ બોલર અર્શદીપ (14 રનમાં ત્રણ વિકેટ) અને લગભગ ત્રણ વર્ષ પછી પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર લેગ સ્પિનર ચક્રવર્તીએ (31 રનમાં ત્રણ વિકેટ) ત્રણ-ત્રણ વિકેટ લઈને બાંગ્લાદેશની ટીમને 19.5 ઓવરમાં 127 રને સમેટી દીધી હતી.
વોશિંગ્ટન સુંદર, મયંક યાદવ અને પંડ્યાએ પણ એક-એક વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ સામેની પોતાની પ્રથમ T20 મેચમાં સ્પીડનો સૌદાગર બનેલો મયંક અગ્રવાલ પોતાની યાદગાર ડેબ્યૂ રમી અને પોતાના કરિયરની સૌથી ફાસ્ટ 149.9 કિલોમીટરની સ્પીડે બોલ ફેંકીને વિશ્વ ક્રિકેટમાં ખલબલી મચાવી દીધી અને એવી જાહેરાત કરી કે ટીમ ઈન્ડિયામાં સ્પીડનો કહેર બનાવવા માટે તે સંપૂર્ણ રીતે કમર કસી ચુક્યો છે.
મયંકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રથમ મેડન ઓવર નાખી. મયંકે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય વિકેટ મહમુદુલ્લાહ (01)ને ડીપ પોઈન્ટ પર વોશિંગ્ટન સુંદરના હાથે કેચ કરાવીને મેળવી હતી.
બાંગ્લાદેશના 128 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે હાર્દિક પંડ્યા (39 અણનમ, 16 બોલ, પાંચ ચોગ્ગા, બે છગ્ગા), સંજુ સેમસનની (29) અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ (29)ની મદદથી અણનમ 39 રન બનાવ્યા હતા) ઇનિંગ્સને કારણે ભારતે 8.1 ઓવર બાકી રહેતા ત્રણ વિકેટે 132 રન બનાવીને જીત મેળવી હતી. નીતિશ કુમાર રેડ્ડી પણ 16 રન બનાવીને અણનમ રહ્યો હતો. પંડ્યા અને નીતિશે ચોથી વિકેટ માટે 24 બોલમાં 52 રનની અતૂટ ભાગીદારી કરી અને ટીમને વિજય અપાવ્યો હતો.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
