News of Friday, 11th October 2024
ન્યુઝીલેન્ડ સામે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત ;બુમરાહ બન્યો વાઇસ કેપ્ટન: જુરેલની વાપસી
BCCIએ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી

નવી દિલ્હી. BCCIએ શુક્રવારે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી રમનારા મોટાભાગના ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ધ્રુવ જુરેલ ફરી ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે.
મેન્સ સિલેક્શન કમિટીએ ન્યૂઝીલેન્ડ સામેની આગામી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ માટે ભારતની 15 સભ્યોની ટીમની પસંદગી કરી છે. કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં 16 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ત્રણ ટેસ્ટ મેચ રમાશે. જસપ્રીત બુમરાહને ફરીથી વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે
ન્યુઝીલેન્ડ સામે ભારતની ટેસ્ટ ટીમ:- રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ. કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
