<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટઃ વરસાદના કારણે પ્રથમ દિવસની રમત ટોસ વિના રદ

નવી દિલ્હી: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમત બુધવારે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ દરમિયાન ટોસ પણ થઈ શક્યો ન હતો. બેંગલુરુમાં સવારે 7 વાગ્યે શરૂ થયેલો વરસાદ લગભગ આખો દિવસ ચાલુ રહ્યો હતો. આ પહેલા મંગળવારે પણ સતત વરસાદના કારણે પ્રેક્ટિસ સેશન રદ્દ કરવામાં આવ્યું હતું. અમ્પાયરોએ બપોરે 2.30 કલાકે મેદાનનું નિરીક્ષણ કર્યું અને માની લીધું કે મેદાન આજે રમત માટે તૈયાર ન થઈ શકે.હવે આ ટેસ્ટ મેચ પાંચને બદલે ચાર દિવસની થઈ ગઈ છે, જ્યાં હવે દરરોજ ઓછામાં ઓછી 98 ઓવર નાખવામાં આવશે. આ કારણે મેચ પણ સવારે 9:30ને બદલે 9:15 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ સવારે 9:45 વાગ્યે નક્કી કરવામાં આવ્યો છે. સવારનું સત્ર 9:15 વાગ્યે શરૂ થશે અને 11:30 સુધી ચાલશે, ત્યારબાદ લંચ બ્રેક થશે.બપોરનું સત્ર 12:10 થી 2:25 વાગ્યા સુધી રમાશે અને ત્યારબાદ ચાનો સમય થશે. અંતિમ સત્ર બપોરે 2:45 થી 4:45 સુધી રહેશે. જો સાંજે ઓવર પૂરી ન થાય તો રમત અડધા કલાક સુધી લંબાવી શકાય છે.જ્યારે પ્રથમ દિવસની રમત 2.30 વાગ્યે રદ જાહેર કરવામાં આવી ત્યારે વરસાદ વધુ વધી ગયો હતો. જો કે બીજા દિવસે ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

(5:20 PM IST)