તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Friday, 18th October 2024
કોહલીએ ટેસ્ટ મેચમાં બનાવ્યો વધુ એક રેકોર્ડ: 9 હજાર રન સાથે ભારતના ચોથા ખેલાડી બન્યો
વિરાટે અત્યાર સુધી 116 રનમાં 29 શતક અને 31 અર્ધશતકની મદદથી 9 હજાર રન બનાવ્યા:પ્રથમ નંબર પર 15921 રન સાથે સચિન તેંડુલકર

બેંગ્લુરુ : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝ ચાલી રહી છે. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમાઈ રહી છે. ત્યારે આ મેચના ત્રીજા દિવસે વિરાટ કોહલીએ એક રેકોર્ડ બનાવ્યો હતો.
વિરાટ કોહલીએ આજે ટેસ્ટ કરિયરમાં 9 હજાર રન પૂરા કર્યા હતા. આ સાથે જ તેઓ ભારતના ચોથા એવા ખેલાડી બન્યા છે જેમણે ટેસ્ટ ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટમાં કંઈ ખાસ લયમાં દેખાઈ રહ્યા નથી. જો ભારતે બેંગલુરુ ટેસ્ટ જીતવી હશે તો વિરાટ કોહલીએ હજી મોટી ઈનિંગ્સ રમવી પડશે.
ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી ભારતના ચોથા સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન છે. તેમણે અત્યાર સુધી 116 રનમાં 29 શતક અને 31 અર્ધશતકની મદદથી 9 હજાર રન બનાવ્યા છે. જેમાં પ્રથમ નંબર પર 15921 રન સાથે સચિન તેંડુલકર છે. બીજા નંબર પર 15921 રન સાથે રાહુલ દ્રવિડ અને 10122 રન સાથે સુનીલ ગાવસ્કર ત્રીજા નંબર પર છે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
