News of Saturday, 19th October 2024
શાનદાર ..જબરદસ્ત, ઝિંદાબાદ ..યુવા સ્ટાર સરફરાઝ ખાન ટીમ ઈન્ડિયાનો ટ્રબલ-શૂટર બન્યો:ડેબ્યૂના 8 મહિના પછી સદી ફટકારી
યુવા સ્ટાર સરફરાઝ ખાને તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી ન્યૂઝીલેન્ડના બોલરોને ધોઈ નાખ્યા

ભારતના યુવા સ્ટાર સરફરાઝ ખાને પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી છે. તેણે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામેની 3-ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. સરફરાઝે મેચના ચોથા દિવસે શનિવારે (19 ઓક્ટોબર) પોતાની સદી પૂરી કરી હતી. આ તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી છે. તેણે પોતાની સદીની ઇનિંગ્સમાં ન્યૂઝીલેન્ડના બોલરોને ધોઈ નાખ્યા હતા
સરફરાઝે આઠ મહિના પહેલા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. ફેબ્રુઆરી 2024 માં ડેબ્યૂ કર્યા પછી, તેને સદી ફટકારવામાં 4 મેચ લાગી. બેંગલુરુ ટેસ્ટના પ્રથમ દાવમાં 46 રનમાં આઉટ થયા બાદ ટીમ ઈન્ડિયાએ જબરદસ્ત વાપસી કરી હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 402 રન બનાવીને 356 રનની લીડ મેળવી હતી. આ પછી ભારતીય ટીમ દબાણમાં આવી ગઈ હતી. તેની પાસેથી ચમત્કારિક પ્રદર્શનની અપેક્ષા હતી.
સરફરાઝ જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં હતી. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે સારી શરૂઆત અપાવી હતી. ભારતનો સ્કોર 92/2 હતો. સરફરાઝે ત્યાંથી ઇનિંગ સંભાળી હતી. તેણે અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી સાથે મળીને ત્રીજી વિકેટ માટે 136 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીમાં ટીમ ઈન્ડિયાએ જોરદાર વાપસી કરી હતી. યશસ્વી 35 રન, રોહિત 52 અને કોહલી 70 રન બનાવીને આઉટ થયા હતા.
ત્રીજા દિવસની રમતના અંતે સરફરાઝ 78 બોલમાં 70 રન બનાવીને અણનમ રહ્યો હતો. ચોથા દિવસે સવારે ચોતરફ વરસાદ પડ્યો હતો. સરફરાઝે 110 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે ટિમ સાઉથીના બોલ પર કવર એરિયામાં ચોગ્ગો ફટકાર્યો અને આનંદથી નાચવા લાગ્યો. સરફરાઝે બેટ લહેરાવતા મેદાનની પ્રદક્ષિણા કરી. બીજા છેડે ઉભેલા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે તેને ગળે લગાવ્યો. ડ્રેસિંગ રૂમમાં બેઠેલા ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ ઉભા થઈ ગયા અને સરફરાઝ માટે જોરથી તાળીઓ પા
સરફરાઝ ડોમેસ્ટિક ક્રિકેટમાં મોટી ઇનિંગ્સ રમવા માટે પ્રખ્યાત છે. તેણે છેલ્લી મેચમાં બેવડી સદી ફટકારી હતી. સરફરાઝે ઈરાની કપમાં રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે મુંબઈ માટે અણનમ 222 રન બનાવ્યા હતા. તેણે 51 ડોમેસ્ટિક મેચોમાં ભાગ લીધો છે. આ દરમિયાન 69.09ની એવરેજથી 4422 રન બનાવ્યા છે. તેના નામે 15 સદી અને 14 અડધી સદી છે. સરફરાઝ માટે આ ટેસ્ટ સદી માત્ર શરૂઆત છે. ટીમ ઈન્ડિયા તેની પાસેથી ભવિષ્યમાં મોટી ઈનિંગ્સની અપેક્ષા રાખે છે.
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
