<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

ભારત સામેની T-20 સિરીઝ માટે દક્ષિણ આફ્રિકાની ટીમની જાહેરાત

નવી દિલ્હી: માર્કો યાનસન અને ગેરાલ્ડ કોએત્ઝીને કન્ડીશનીંગ બ્રેક બાદ ભારત સામે 8 નવેમ્બરથી શરૂ થનારી ચાર મેચની T20 શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.માર્કો યાનસન અને ગેરાલ્ડ કોએત્ઝી આવતા મહિને ભારત સામેની ટી20 શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની ટીમમાં વાપસી કરવા તૈયાર છે.  બંને ખેલાડીઓ ક્રિકેટ સાઉથ આફ્રિકાની ડોમેસ્ટિક T20 ચેલેન્જ ટૂર્નામેન્ટનો ભાગ હતા. યાનસન છેલ્લે જૂનમાં T20 વર્લ્ડ કપમાં રમ્યો હતો જ્યારે કોએત્ઝી છેલ્લે મેમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં રમ્યો હતો. ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) એ ઝડપી બોલરોની જોડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી 12 અઠવાડિયાનો વિરામ આપ્યો હતો જેથી કરીને તેઓ તેમની કન્ડિશનિંગ પર કામ કરી શકે, ત્યારબાદ તેઓ CSA ડોમેસ્ટિક T20 ચેલેન્જ દ્વારા મેદાન પર પાછા ફરશે.

 

(5:58 PM IST)