<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

PCBએ છોડી જીદ્દ :ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં રમાશે! ટીમ ઈન્ડિયાની તમામ મેચ આ દેશમાં જ યોજાશે

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું: ટૂંક સમયમાં સમયપત્રક જાહેર થઈ શકે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આખરે પોતાનો આગ્રહ છોડી દીધો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર ચેમ્પિયન્સ ટ્રોફી એશિયા કપની જેમ હાઇબ્રિડ મોડલમાં રમાશે. એટલે કે ભારતીય ટીમ તેની તમામ મેચો પાકિસ્તાનને બદલે અન્ય કોઈ દેશમાં રમશે. સમાચાર અનુસાર, રોહિતની પલટન આગામી વર્ષે UAEમાં થનારી ટૂર્નામેન્ટમાં તેની તમામ મેચ રમશે. એવું માનવામાં આવે છે કે પાડોશી દેશ સાથેના બગડેલા રાજકીય સંબંધોને કારણે ભારત સરકાર ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવા તૈયાર નથી.

    પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાઇબ્રિડ મોડલમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન કરવા સંમતિ આપી છે. પીટીઆઈના સમાચાર અનુસાર, ભારતીય ટીમ આગામી વર્ષની ટૂર્નામેન્ટની તમામ મેચ UAEમાં રમી શકે છે. અગાઉ પીસીબી પાકિસ્તાનમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવા પર અડગ હતું. જો કે, તાજેતરના અહેવાલ મુજબ, પીસીબીએ પોતાનો આગ્રહ છોડી દીધો છે અને ચેમ્પિયન્સ ટ્રોફીને હાઇબ્રિડ મોડલમાં યોજવા માટે સંમત થયા છે. અગાઉ વર્ષ 2023માં એશિયા કપ પણ આવા જ હાઇબ્રિડ મોડલમાં રમાયો હતો, જેના હોસ્ટિંગ રાઇટ્સ પાકિસ્તાન પાસે હતા. 

   પીટીઆઈ સાથે વાત કરતા, પીસીબીના એક વરિષ્ઠ સૂત્રએ કહ્યું, “પીસીબીનું કહેવું છે કે જો ભારત સરકાર ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન પ્રવાસ માટે સંમત ન થાય તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફીના કાર્યક્રમમાં કેટલાક ફેરફાર કરી શકે છે. આ મુજબ ભારતીય ટીમની તમામ મેચો દુબઈ અથવા શારજાહમાં શિફ્ટ થઈ શકે છે. નિયમો અનુસાર, ICC સરકાર વિરુદ્ધ નિર્ણય લેવા માટે કોઈપણ ક્રિકેટ બોર્ડ પર દબાણ કરી શકે નહીં. તે જ સમયે, BCCI સચિવ જય શાહ પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે પાકિસ્તાન જવાનો અંતિમ નિર્ણય ભારત સરકાર લેશે. 

   ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શિડ્યુલ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, આગામી વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી ટૂર્નામેન્ટના શેડ્યૂલની જાહેરાત 11 નવેમ્બરે થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવશે, જેમાં ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ અન્ય ટીમો હોઈ શકે છે. તે જ સમયે, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન ગ્રુપ બીમાં રહેવાની આશા છે.

(11:18 PM IST)