<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

એશિયન વુમન્‍સ ચેમ્‍પીયન ટ્રોફીમાં ભારતે મલેશિયાને ૪-૦ થી પછાડયુ : શાનદાર શરૂઆત

નવી દિલ્‍હી : ભારતીય મહિલા હોકી ટીમે બિહારના ઐતહાસિક શહેર રાજગીરમાં મલેશિયા સામે ૪-૦ થી જીત મેળવીને મહિલા એશીયન ચેમ્‍પીયન ટ્રોફીમાઁ તેની સફરની શરૂઆત કરી હતી. સંગીતા કુમારી (૮'પપ) પ્રીતિ દુબે(૪૩')અને ઉદિતા (૪૪')એ ગોલ કર્યા હતા. ભારતે રમતની ગતીની શરૂઆત ધીમી ગતીએ કરી હતી અને મલેશિયાના નૂર મોહમ્‍મદને ગોલ કરવાની પ્રથમ તક મળી હતી, પરંતુ ભારતીય ગોલકીપર સવિતાએ શાનદાર બચાવ કર્યો હતો. આ પછી મલેશિયાને જલ્‍દી જ પેનલ્‍ટી કોર્નર મળ્‍યો. પરંતુ તે તેનો લાભ લેવામાં પણ સફળ રહયા ન હતાં. મલેશિયા સામે રમાયેલી ટુર્નામેન્‍ટની પ્રથમ મેચમાં કુમારી સંગીતાએ ૮મી મીનીટે પહેલો ગોલ કરીને ટીમ ઇન્‍ડીયાને ધમાકેદાર બનાવી દીધું હતું. આ પછી હાફ ટાઇમ સુધીમાં ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી. હાફ ટાઇમ બાદ ભારતીય ખેલાડી પ્રીતિ દુબે એ ૪૩ મી મીનીટે બીજો ગોલ કરીને ટીમને ર-૦ ની સરસાઇ અપાવી હતી. માંત્ર એક મિનીટ બાદ ઉદિતાએ ટીમ માટે ત્રીજો ગોલ કર્યો. મલેશિયાની ટીમે ધણો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય ડીફેન્‍સને ભેદવામાં સફળ રહી નહોતી.

 

(2:54 PM IST)