તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 14th November 2024
રાજકોટમાં જાન્યુઆરીમાં ક્રિકેટ જંગ : ટીમ ઇન્ડિયા આયર્લેન્ડ સાથે ત્રણ મેચની વનડે સિરીઝ રમશે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટુંક સમયમાં વેસ્ટ ઇન્ડિઝ અને આયર્લેન્ડ સાથે વન-ડે અને ટી-ર૦ સીરીઝ રમશેઃ શેડયુલ જાહેર : બરોડામાં ત્રણ મેચની વનડે સિરીઝ બાદ રાજકોટમાં ત્રણ વન-ડે મુકાબલા

રાજકોટ, તા. ૧૪ : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ સાથે વન-ડે અને ટી-ર૦ સિરીઝ રમશે. વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે આવી રહેલ છે. પહેલા ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સાથે સીરિઝ રમશે, ત્યારબાદ તેનો મુકાબલો આયરલેન્ડની ટીમ સાથે થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આ બંને સિરીઝના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે
સૌથી પહેલા વેસ્ટ ઈન્ડિઝની ટીમ ડિસેમ્બરમાં ભારતનો પ્રવાસ કરશે. જ્યાં મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ટી-૨૦ સિરીઝ રમાશે. ટી-ર૦ સિરીઝની તમામ મેચો ભારતીય સમય અનુસાર સાંજે ૭.૩૦ વાગ્યાથી રમાશે. જે બાદ બરોડામાં ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે. વનડે સિરીઝની પ્રથમ બે મેચ બપોરે ૧.૩૦ કલાકે અને ત્રીજી મેચ સવારે ૯:૩૦ કલાકે રમાશે.
ટી-ર૦ સિરીઝ શેડ્યૂલ
ભારત વિ. વેસ્ટ ઈન્ડિઝ (પહેલી ટી-ર૦ મેચ) - ૧૫ ડિસેમ્બર
ભારત વિ. વેસ્ટ ઈન્ડિઝ (બીજી ટી-ર૦ મેચ) - ૧૭ ડિસેમ્બર
ભારત વિ.વેસ્ટ ઈન્ડિઝ (ત્રીજી ટી-ર૦ મેચ) - ૧૯ ડિસેમ્બર
વન-ડે સિરીઝ શેડ્યૂલ
ભારત વિ. વેસ્ટ ઈન્ડિઝ (પહેલી વન-ડે) - ૨૨ ડિસેમ્બર
ભારત વિ. વેસ્ટ ઈન્ડિઝ (બીજી વન-ડે) - ૨૪ ડિસેમ્બર
ભારત વિ. વેસ્ટ ઈન્ડિઝ (ત્રીજી વન-ડે) - ૨૭ ડિસેમ્બર
આયર્લેન્ડ સામેની સિરીઝનું શેડ્યુલઃ
ભારત વિ. આયર્લેન્ડ (પહેલી વન-ડે) - ૧૦ જાન્યુઆરી
ભારત વિ. આયર્લેન્ડ (બીજી વન-ડે) - ૧૨ જાન્યુઆરી
ભારત વિ. આયર્લેન્ડ (ત્રીજી વન-ડે) - ૧૫ જાન્યુઆરી.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
