News of Friday, 15th November 2024
રણજી મૅચમાં સૌરાષ્ટ્રનો હાર્વિક દેસાઈ એક રન માટે અને ચિરાગ જાની બે રન માટે ડબલ સેન્ચુરી ચુક્યો
સૌરાષ્ટ્રના 531/9 ડિક્લેર્ડના જવાબમાં ચંડીગઢે 78 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી

ચંડીગઢ: અહીં ચંડીગઢ સામેની ચાર દિવસીય રણજી મૅચમાં બુધવારના પ્રથમ દિવસે સૌરાષ્ટ્રનો હાર્વિક દેસાઈ (99) એક રન માટે સદી ચૂક્યો ત્યાર બાદ ગુરુવારે ચિરાગ જાની (198) બે રન માટે ડબલ સેન્ચુરી ચૂકી ગયો હતો. સૌરાષ્ટ્રના 531/9 ડિક્લેર્ડના જવાબમાં ચંડીગઢે 78 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.
ચિરાગ જાનીએ 198 રન 354 બૉલમાં બે સિક્સર અને સત્તાવીશ ફોરની મદદથી બનાવ્યા હતા.
સૌરાષ્ટ્રના 531 રનમાં શેલ્ડન જૅક્સનના 69 રન અને અર્પિત વસાવડાના 58 રન તેમ જ પ્રેરક માંકડના 53 રન પણ સામેલ હતા.
ચંડીગઢના સ્પિનર નિશુંક બિરલાએ ચાર વિકેટ અને બીજા સ્પિનર વિષ્ણુ કશ્યપે ત્રણ વિકેટ લીધી હતી.
ગ્રૂપ `ડી’માં સૌરાષ્ટ્રની ટીમ છેક સાતમા સ્થાને છે. (1) દિલ્હીમાં ચાર દિવસીય મૅચમાં સર્વિસીઝના 240 રનના જવાબમાં બીજા દિવસે મુંબઈએ આયુષ મ્હાત્રેની સદી (116)ની મદદથી આઠ વિકેટે 253 રન બનાવીને 13 રનની સરસાઈ મેળવી હતી.
(2) નાગપુરમાં પંચાલના 88 રન, વિશાલ જયસ્વાલના 112 રન અને કૅપ્ટન ચિંતન ગજાના અણનમ 86 રનની મદદથી ગુજરાતે 343 રન બનાવ્યા બાદ વિદર્ભએ 202 રનમાં બે વિકેટ ગુમાવી હતી.
(3) વડોદરામાં મેઘાલયના 103 રનના જવાબમાં બરોડાએ જ્યોત્સનીલ સિંહના 121 અને શાશ્વત રાવતના 121 રનની મદદથી 442 રન બનાવીને સરસાઈ લીધી હતી. મેઘાલય બીજા દાવમાં 78 રનમાં આઉટ થઈ જતાં બરોડાએ એક દાવ અને 261 રનથી વિજય મેળવ્યો હતો.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
