News of Saturday, 16th November 2024
સુકાનીપદમાં ભારતને અંડર 19 વર્લ્ડ કપનું ટાઈટલ અપાવનાર ખેલાડી IPL 2025 મેગા ઓક્શન માટે હવે બની ગયો વિદેશી
ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું અને તેમણે 130 બોલ પર અણનમ રહીને 111 રન બનાવ્યા અને પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો : જાણો શા માટે વિદેશી ખેલાડી તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું

મુંબઈ :આઈપીએલ 2025 નું મેગા ઓક્શન થવા જઈ રહ્યું છે,આ વખતે મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાવાનું છે. જે માટે કુલ 574 ભારતીય ખેલાડીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી 208 વિદેશી ખેલાડીઓ છે. જેમાં એક એવા ખેલાડી છે જેઓ અગાઉ પોતાની કપ્તાનીમાં ભારતને અંડર 19 નો વર્લ્ડ કપમાં જીત અપાવી ચુક્યા છે.
આ વિદેશી બીજું કોઈ નહિ પણ ઉન્મુક્ત ચંદ છે. તેમણે 2012 માં કેપ્ટન તરીકે ભારતીય ટીમ માટે આઈસીસી મેન્સ અંડર 19 વર્લ્ડ કપ જીત્યો હતો. તેમણે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવી હતી. એટલું જ નહિ ફાઈનલમાં તેમણે 130 બોલ પર અણનમ રહીને 111 રન બનાવ્યા હતા. અને પ્લેયર ઓફ ધ મેચ રહ્યા હતા.
ઉન્મુક્ત ચંદનો જન્મ દિલ્હીમાં થયો હતો. ચેઓ આઈપીએસમાં દિલ્હી ડેયરડેવિલ્સ માટે પણ રમી ચુક્યા છે. તેઓ વર્ષ 2011, 2012 અને 2013 માં દિલ્હી ટીમનો હિસ્સો રહ્યા. ત્યારબાદ રાજસ્થાન રૉયલ્સમાં ગયા અને પછી મુંબઈ ઈન્ડિયન્સ માટે રમ્યા. 2016 માં તેઓએ તેમની છેલ્લી આઈપીએલ રમી હતી.
જો કે ત્યારબાદ તેમનો સમય સારો ન રહ્યો અને ભારતીય ક્રિકેટમાં મોટું નામ બનાવવામાં સફળ ન રહ્યા. તેમણે 2021 માં ભારતીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો. અને કારકિર્દીને નવી શરૂઆત માટે અમેરિકા શિફ્ટ થઈ ગયા. તેઓ ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્સાય લઈ ચુક્યાછે. અને હવે અમેરકા માટે રમે છે. માટે આઈપીએલ 2025 ના મેગા ઓક્શન માટે તેમણે વિદેશી ખેલાડી તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
