<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

Ipl ક્રિકેટ 2025 માટે ભારતના 366, ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડના 37 તો સાઉથ આફ્રિકાના 31 ખેલાડીઓ થયા હરાજી માટે શોર્ટલિસ્ટ : 13 દેશોના કુલ 574 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા

આઈપીએલ 2025ના ઓક્શનમાં કુલ 574 ખેલાડીઓની બોલી લાગવાની છે, જેમાં માત્ર 204 ખેલાડીઓ જ વહેંચાશે. બાકી તમામ ખેલાડીઓ અનસોલ્ડ રહેશે

નવી દિલ્હી તા.૧૬ : આઈપીએલ 2025નું મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરના રોજ સાઉદી અરબના જેદ્દામાં આયોજીત થવાનું છે. આ ઓક્શન માટે 1500થી વધુ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી કુલ 574 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. ત્યારે આ આર્ટિકલમાં જાણો ક્યાં દેશના કેટલા ખેલાડી આ ઓક્શનમાં ભાગ લેશે. 

આઈપીએલ 2025ના ઓક્શનમાં કુલ 574 ખેલાડીઓની બોલી લાગવાની છે. જેમાં માત્ર 204 ખેલાડીઓ જ વહેંચાશે. બાકી તમામ ખેલાડીઓ અનસોલ્ડ રહેશે. આમાં ભારતના 366 ખેલાડીઓ છે. જે બાદ સૌથી વધુ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના 37 ખેલાડીઓ અને સાઉથ આફ્રિકાના 31 ખેલાડીઓ છે. જ્યારે સ્કોટલેન્ડની ટીમમાંથી માત્ર એક ખેલાડીની પસંદગી થઈ છે. 

IPL 2025ના ઓક્શન માટે કયા દેશના કેટલા ખેલાડીઓ થયા શોર્ટલિસ્ટ

• ભારત - 366 ખેલાડીઓ

• ઓસ્ટ્રેલિયા - 37 ખેલાડીઓ

• ઈંગ્લેન્ડ - 37 ખેલાડીઓ

• સાઉથ આફ્રિકા - 31 ખેલાડીઓ

• ન્યુઝીલેન્ડ - 24 ખેલાડીઓ

• વેસ્ટ ઈન્ડિઝ - 22 ખેલાડીઓ

• શ્રીલંકા - 19 ખેલાડીઓ

• અફઘાનિસ્તાન - 18 ખેલાડીઓ

• બાંગ્લાદેશ - 12 ખેલાડીઓ

• ઝિમ્બાબ્વે - 3 ખેલાડીઓ

• યુએસએ - 2 ખેલાડીઓ

• આયર્લેન્ડ - 2 ખેલાડીઓ

• સ્કોટલેન્ડ - 1 ખેલાડી

(4:51 PM IST)