<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

જય હો...કાલથી પર્થમાં પ્રથમ ટેસ્‍ટઃ ટીમ ઇન્‍ડીયાની કસોટી

પિચ ઉછાળવાળી બનાવાઇ કાંગારૂ બોલરો આપણા બેટરોને પરેશાન કરશે : કોચ ગંભીરની પણ અગિ્નપરીક્ષા કાલે ભારતીય સમય અનુસાર સવારે ૭:પ૦ થી મેચ શરૂઃ દેવદત પડિકલ અને નીતિશકુમાર રેડ્ડીને ચાન્‍સ મળશે?

નવી દિલ્‍હીઃ બોર્ડર ગાવસ્‍કર ટ્રોફી આવતીકાલ રર નવેમ્‍બરથી પર્થમાં શરૂ થવા જઇ રહી છે. સિરીઝની પ્રથમ મેચમાં ટીમ ઇન્‍ડિીયાની કપ્તાન જસપ્રીત બુમરાહના હાથમાં રહેશે. કારણકે રોહિત શર્મા હાલમાં ભારતમાં છે. શુભમન ગિલ પણ ઇજાગ્રસ્‍ત છે. તેથી તે હજુ સુધી સ્‍પષ્‍ટ નથી કે તે પ્રથમ મેચનો ભાગ બનશે કે નહીં એટલે કે પર્થ ટેસ્‍ટમાં ટીમ ઇન્‍ડીયાનો પ્‍લેઇંગ ૧૧ કેવો હશે તે હજુ પણ એક કોયડો છે જો કે ટીમ ઇન્‍ડીયાના પ્‍લેઇંગ ૧૧ને લઇને કેટલાંક ચોકાવનારા અપડેટસ સામે આવ્‍યા છે.

ભારતીય સમય અનુસાર કાલે કવારે ૭:પ૦ વાગ્‍યાથી મેચ શરૂ થશે.

પર્થ ટેસ્‍ટમાં ટીમ ઇન્‍ડિયા સ્‍પિનર સાથે જઇ શકે છે. ભારતીય ટીમની ટીમમાં ત્રણ સ્‍પીનરો છે. આ ત્રણ ખેલાડીઓ છે આર.અશ્વિન, રવિન્‍દ્ર જાડેજા અને વોશિંગ્‍ટન સુંદર, સમાચાર અનુસાર, આર.અશ્વિનને પ્રથમ ટેસ્‍ટમાં પ્‍લેઇંગ ૧૧માં તક મળી શકે છે. વાસ્‍તવમાં, ઓસ્‍ટ્રેલીયાની ટીમમાં ત્રણ ડાબોડી બેટસમેન છે. યારે બે લેફટી ટેલેન્‍ડર પણ છે. જેના કારણે મેનેજમેન્‍ટ અશ્વિન પર દાવ લગાવી શકે છે. બીજી તરફ જાડેજા અને સુંદર બોલિંગની સાથે બેટિંગનો વિકલ્‍પ આપશે. પરંતુ તેને બહાર બેસવું પડી શકે છે.

વોશિગ્‍ટન સુંદરનું ન રમવું ટીમ ઇન્‍ડિયા માટે મોંધુ સાબિત થઇ શકે છે. ન્‍યુઝીલેન્‍ડ સામેની તાજેતરની ઘરઆંગણે ટેસ્‍ટ શ્રેણીમાં તે સૌથી સફળ બોલર હતો. શ્રેણીની મધ્‍યમાં તેને ટીમમાં સામેલ કરવામાં આવ્‍યો અને તે પોતાની છાપ છોડવામાં સફળ રહયો. વોશિંગ્‍ટન સુંદરે માત્ર ર મેચની ૪ ઇનીંગમાં ૧૬ વિકેટ લીધી હતી. આ સિવાય તેણે બેટથી પણ કમાલ કરી હતી. તેણે ૪૪.પ૦ ની એવરેજથી ૮૯ રન બનાવ્‍યા હતાં.

દરેકની નજર ટીમ ઇન્‍ડીયાની ફાસ્‍ટ બોલિંગ કોમ્‍બિનેશન પર પણ છે. જેમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્‍મદ સિરાજને ઓસ્‍ટ્રેલીયામાં રમવાનો ઘણો અનુભવ છે. જયારે ત્રીજો ઝડપી બોલર આકાશદીપ, પ્રસિધ્‍ધ કૃષ્‍ણા અને હર્ષિત રાણા માંથી એક હશે. મીડિયા રિપોર્ટસ અનુસાર ત્રીજા ફાસ્‍ટ બોલર માટે હર્ષિત રાણા અને પ્રસિધ્‍ધ કૃષ્‍ણા વચ્‍ચે સ્‍પર્ધા છે. એટલે કે આકાશદીપ બહાર બેસવાનું નિヘીત છે.

આ ત્રણ બોલરોમાં આકાશદીપ ભારત માટે ટેસ્‍ટમેચ રમવાનો સૌથી વધુ અનુભવ ધરાવે છે. આકાશદીપે ટીમ ઇન્‍ડીયા માટે અત્‍યાર સુધી પ ટેસ્‍ટ મેચ રમી છે. જેમાં તેણે ૧૦ વિકેટ ઝડપી છે. આકાશદીપ ઇનીંગની શરૂઆતમાં વિકેટ લેવા માટે જાણીતો છે. તેણે તાજેતરમાં ન્‍યુઝીલેન્‍ડ સામે આવું કરીને બતાવ્‍યું હતું. આવી સ્‍થિતીમાં પ્‍લેઇંગ ૧૧માં સામેલ ન કરવો ભારતીય ટીમ માટે મોંધુ સાબીત થઇ શકે છે.  આ મેચ પહેલા ઓપ્‍ટસ સ્‍ટેડિયામની પીચ પર એક મોટા સમાચાર સામે પીચ કયુરેટશે કહયું છે કે આ વખતે પર્થની પીચ અલગ હોઇ શકે છે અને તેના પર બેટિંગ કરવી મુશ્‍કેલ થઇ શકે છે. તે એટલા માટે કારણકે પર્થમાં હવામાન ખરાબ છે. ત્‍યાં કમોસમી વરસાદ થયો છે જેના કારણે પીચમાં ખુબજ ભેજ છે. પીચ પર ભેજને કારણે બોલ વધુ મુવ કરશે અને તેનાથી બેટસમેનોને કેટલીક જગ્‍યાએ મુશ્‍કેલી થશે.

પર્થની પીચ પર ભેજનો અર્થ એ છે કે ભારતીય બેટસમેનોને મુશ્‍કેલીનો સામનો કરવો પડી શકે છે. જયારે પણ બોલ ખુબ સ્‍વિંગ થાય છે ત્‍યારે મહાન બેટસમેન ઘણીવાર નિષ્‍ફળ જાય છે. આ છેલ્લી ટેસ્‍ટ સીરીઝમાં જ જોવા મળ્‍યું હતું.

પર્થના પીચ કયુરેટરે મીડીયા સાથે વાત કરતા કહયું પીચ પર ભેજ રહેશે અને તેના કારણે બોલ વધુ સ્‍વિંગ થશે જો હવામાન ખરાબ હશે તો પીચ સુકાશે નહીં ઉપરની સપાટી નકકર બની શકશે નહીં. આવી સ્‍થિતીમાં પીચ પર ડબલ બાઉન્‍સ જોવા મળી શકે છે. જો પર્થની પીચ પર તિરાડો મોટી થશે તો બેટસમેનોને વધુ મુશ્‍કેલીઓનો સામનો કરવો પડશે.

(2:53 PM IST)