News of Friday, 29th November 2024
૬ ડિસેમ્બરથી પિંક બોલ ટેસ્ટ પહેલા કાલથી પ્રાઇમ મિનિસ્ટર ઇલેવન ટીમ સામે બે દિવસીય વોર્મઅપ મેચ
ભારત ડે એન્ડ નાઇટ ટેસ્ટ મેચ ૪ રમ્યા તેમાં ત્રણમાં જીત મેળવીઃ જો કે કાંગારૂઓનો હાથ ઉપર

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બીજી ટેસ્ટ મેચ કરતા બહુ જ અલગ હશે. આ મેચ માટે ભારત સ્પેશિયલ ટીમ સાથે રમીને તૈયારી પણ કરવાનું છે. ટીમ ઇન્ડિયા ૬ ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે સીરીઝની બીજી ટેસ્ટ મેચ રમશે. આ ડે નાઇટ ટેસ્ટ મેચ એડિલેડમાં રમાવાની છે.
ભારતીય ટીમે ગુલાબી બોલની ચાર ટેસ્ટ રમી છે જેમાં તેણે ૩ માં જીત મેળવી છે જયારે એકમાં તેને હારનો સામનો કરવો પડયો છે. ર૦ર૦માં ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં યજમાન ટીમના હાથે ટીમ ઇન્ડિયાની એકમાત્ર ડે-નાઇટ ટેસ્ટ હારી ગઇ હતી. આ વખતે પણ બીજી ટેસ્ટ એ જ સ્થળે રમાશે જયાં ભારતીય ટીમ જીતીને સ્કોર સેટ કરવા માંગશે. ભારત ઓસ્ટ્રેલિયા સામે ઉતરતા પહેલા પ્રાઇમ મિનિસ્ટર ઇલેવન ટીમ સાથે પિંક બોલ સાથે વોર્મઅપ મેચ રમશે. જે બે દિવસની હશે અને ૩૦ નવેમ્બર તથા ૧ ડિસેમ્બરે રમાશે.
ભારતે વર્ષ ર૦૧૯માં તેની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી હતી. કોલકતાના ઐતહાસિશ ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાયેલી આ ડે-નાઇટ ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને એક દાવ અને ૪૬ રનથી હરાવ્યું હતું. આ મેચમાં વિરાટ કોહલીએ સદીની ઇનીંગ રમીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
