News of Friday, 29th November 2024
ગ્લેન ફિલિપ્સે હવામાં છલાંગ લગાવીને ઝડપ્યો અદભુત કેચ :
ઇંગ્લેન્ડના બેટર ઓલી પોપને આઉટ કરવા માટે સુપરમેન જેવો કેચ લીધો:હેરી બ્રુક અને પોપ વચ્ચેની મહત્ત્વપૂર્ણ ભાગીદારી તોડવામાં મદદ કરી

ગ્લેન ફિલિપ્સે ક્રાઇસ્ટચર્ચમાં ચાલી રહેલી ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ ટેસ્ટ હેગલી ઓવલના બીજા દિવસે ઇંગ્લેન્ડના બેટર ઓલી પોપને આઉટ કરવા માટે સુપરમેન જેવો કેચ લીધો હતો. ફિલિપ્સે સ્લિપ પર એક હાથે શાનદાર કેચ લીધો હતો. ન્યૂઝીલેન્ડને હેરી બ્રુક અને પોપ વચ્ચેની મહત્ત્વપૂર્ણ ભાગીદારી તોડવામાં મદદ કરી હતી. આ પહેલીવાર નથી જ્યારે ગ્લેન ફિલિપ્સે આવો કેચ લીધો હોય, પહેલા પણ તેને આવા શાનદાર કેચ લીધા છે.
સદીની રાહ જોતા પોપ માત્ર 97 બોલમાં 77 રનના સ્કોર પર રમી રહ્યો હતો. ટેસ્ટની બીજી ઈનિંગમાં 53મી ઓવરના બીજા બોલ પર, ટિમ સાઉથીએ એક બોલ બહાર ફેંકી અને પોપ, કટ શોટ રમવા માંગતો હતો. બોલ બેટને અડીને બાઉન્ડ્રી તરફ જઇ રહ્યો હતો, તે દરમિયાન ફિલિપ્સે હવામાં છલાંગ લગાવીને શાનદાર કેચ પકડ્યો હતો. પોપ અને બ્રુક વચ્ચે 151 રનની ભાગીદારી તોડીને કેચ સાથે ન્યુઝીલેન્ડે મહત્ત્વપૂર્ણ સફળતા મેળવી હતી.
પોપના આઉટ થયા છતાં, હેરી બ્રુકે તેનું ફોર્મ ચાલુ રાખ્યું કારણ કે તેણે માત્ર 123 બોલમાં તેની સાતમી ટેસ્ટ સદી ફટકારી. લખાય છે ત્યારે, ઈંગ્લેન્ડનો સ્કોર 70 ઓવરમાં 306-5 હતો, જે ન્યૂઝીલેન્ડથી 42 રનથી પાછળ હતો
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
