<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

6,0,6,6,4,6, હાર્દિક પંડ્યાની ફરી વિસ્ફોટ ઈનિંગ: એક ઓવરમાં 28 રન ઝૂડી નાખ્યા :જુઓ વિડિઓ

23 બોલમાં 47 રનની ઇનિંગ રમી :વિસ્ફોટક ઓલરાઉન્ડરે 3 ફોર અને 5 સિક્સર ફટકારી

મુંબઈ : હાર્દિક પંડ્યા હાલ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમી રહ્યો છે. બરોડામાંથી રમતા હાર્દિકનો જલવો ફરી જોવા મળી રહ્યો છે. હાર્દિક સતત વિસ્ફોટક ઇનિંગ્સ રમી રહ્યો છે. તેણે 29 નવેમ્બરે ત્રિપુરા સામેની મેચમાં ફેન્સના દિલ જીતી લીધા અને 200થી વધુની સ્ટ્રાઈક રેટની સાથે સ્કોર કરી બરોડાને મેચ જીતાડી દીધી હતી.

હાર્દિક પંડ્યા લાંબા સમય બાદ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમી રહ્યો છે. જોકે, આ સિઝનમાં આ ખેલાડીએ કમાલ કરી છે. તેણે 23 બોલમાં 47 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન વિસ્ફોટક ઓલરાઉન્ડરે તેના નામે 3 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. આ દરમિયાન
આ મેચમાં ત્રિપુરાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 109 રન બનાવ્યા હતા. મનદીપ સિંહે 40 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય કોઈ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો નહોતો.

ટાર્ગેટનો પીછો કરતી વખતે, બરોડાની ટીમે કમાલ કરી અને 52 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. બરોડા તરફથી ઓપનર મિથલેશ પાલે 24 બોલમાં 37 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય હાર્દિક પંડ્યાએ ઝડપથી 47 રન બનાવ્યા હતા, જેના કારણે બરોડાએ 7 વિકેટે મેચ જીતી લીધી હતી. બરોડાનું નેતૃત્વ કૃણાલ પંડ્યા કરી રહ્યો છે. તેની કેપ્ટનશીપમાં બરોડા શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે.

હાર્દિકે હાલમાં બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી શ્રેણીમાં ભારત માટે શાનદાર બેટિંગ કરી હતી. આ સમયગાળા દરમિયાન, રાઈટ હેન્ડ બેટ્સમેને ઘણા શાનદાર શોટ પણ રમ્યા હતા. હાર્દિકે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ગુજરાત સામે અણનમ 74 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે ઉત્તરાખંડ સામે 41 રનની અણનમ ઇનિંગ રમી હતી. હાર્દિકે તમિલનાડુ સામે 69 રન બનાવ્યા હતા. હાર્દિક ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને IPL 2025ની તૈયારીઓ પૂર્ણ કરવા માંગે છે.

(7:19 PM IST)