<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

ચેમ્પિયન ટ્રોફીમાં કઈ જર્સી પહેરી ઉતરશે ભારતીય ટીમ : મુંબઈમાં નવી ODI જર્સીનું અનાવરણ કરાયું : જુઓ વિડિયો

BCCIના માનદ સચિવ જય શાહ અને ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ભારતીય ટીમની નવી ODI જર્સીનું અનાવરણ કર્યું.

મુંબઈ :ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહ અને ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે શુક્રવારે મુંબઈમાં ભારતની નવી ODI જર્સીનું અનાવરણ કર્યું હતું.

નવી જર્સીમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયાની નવી ODI જર્સીમાં ખભા પર ભારતીય ધ્વજ ત્રિરંગો દેખાય છે. ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આ જર્સી પહેરવાની છે.

BCCIએ X પર જર્સીના અનાવરણ કાર્યક્રમનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે, BCCIના માનદ સચિવ જય શાહ અને ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ભારતીય ટીમની નવી ODI જર્સીનું અનાવરણ કર્યું. આ કાર્યક્રમ BCCI હેડક્વાર્ટર ખાતે યોજાયો હતો.

ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું, મારા માટે સન્માનની વાત છે કે મારી હાજરીમાં નવી જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું. હું તેના લુકથી ખૂબ જ ખુશ છું. ખાસ કરીને ખભા પર ત્રિરંગો લઈને ખુશ છું કારણ કે વેસ્ટ ઈન્ડિઝ અમે આ જર્સી પહેરીશું. ભારતીય ટીમની જર્સી પહેરવી હંમેશા ખાસ હોય છે, આ જર્સી પાછળ ઘણી મહેનત કરવી પડે છે. મને આશા છે કે ભારતીય ચાહકો આ જર્સીને અપનાવશે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ નવી જર્સી પહેરીને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ સામે મેદાનમાં ઉતરશે. વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ ટૂંક સમયમાં 3 T20 અને તેટલી જ ODI મેચોની શ્રેણી માટે ભારતની મુલાકાતે આવશે. ટી-20 સિરીઝ 15 ડિસેમ્બરથી અને વનડે સિરીઝ 22 ડિસેમ્બરથી શરૂ થશે. T20 શ્રેણીની તમામ મેચો નબી મુંબઈમાં અને વનડે શ્રેણી વડોદરામાં રમાશે.

T20 શ્રેણીનું શેડ્યૂલ:પ્રથમ T20: 15 ડિસેમ્બર: બીજી T20: 17 ડિસેમ્બર: ત્રીજી T20: 19 ડિસેમ્બર

ODI શ્રેણી શેડ્યૂલ:પ્રથમ ODI: 22 ડિસેમ્બર: બીજી ODI: 24 ડિસેમ્બર: ત્રીજી ODI: 27 ડિસેમ્બર

(9:46 PM IST)