<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

કોહલીએ રચ્‍યો ઇતિહાસ : ઓસ્‍ટ્રેલીયા વિરૂધ્‍ધ ૧૦૦ મેચ રમનાર વિશ્વનો બીજો બેટર બન્‍યો

સીડની : ત્રીજી ટેસ્‍ટ મેચમાં વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્‍યો છે. ભારતીય કેપ્‍ટન રોહિત શર્માએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. આજની મેચમાં મેદાન પર ઉતરતાં જ વિરાટ કોહલી આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાં ઓસ્‍ટ્રેલિયા સામે ૧૦૦ મેચ રમનાર વિશ્વનો બીજો બેટ્‍સમેન બની ગયો હતો. કોહલીએ સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી હતી. સચિને ઓસ્‍ટ્રેલિયા સામે ૧૦૦ મેચ રમી છે.

 જેમાં ૧૧૦ મેચ સચિન તેંડુલકર, ૧૦૦ મેચ વિરાટ કોહલી, ૯૭ મેચ ડેસમંડ હેન્‍સ, ૯૧ મેચ એમએસ ધોની તથા ૮૮ મેચ વિવ રિચર્ડ્‍સે ઓસ્‍ટ્રેલીયા સામે રમ્‍યા છે.

(4:03 PM IST)