News of Monday, 16th December 2024
લોકસભા સ્પીકર ઇલેવને રાજયસભા ચેરમેન ઇલેવનને ૭૩ રને હરાવીઃ અનુરાગ ઠાકુરે સદી ફટકારી
ટીબી નિર્મૂલન માટે સાંસદો બન્યા ક્રિકેટરઃ ફેન્ડલી મેચ યોજાઇ લોકસભાની ટીમે રપ૧ રન બનાવેલઃ જયારે રાજયસભાની ટીમ ૧૭૮ રન બનાવી શકેલઃ અઝરૂદીને ૭૪ રન બનાવ્યા

નવી દિલ્હીઃ તા. ૧૬: ટીબીના રોગપ્રત્યે જાગૃતિ લાવવા માટે આયોજીત એક ફેન્ડલી ક્રિકેટ મેચમાં લોકસભા સ્પીકર ઇલેવને રાજયસભા ચેરમેન ઇલેવનને નવી દિલ્હીમાં રવિવારે ૭૩ રને હરાવી હતી. પ૯ બોલમાં ૧૧૧ રન ફટકારનાર હિમાચલ પ્રદેશના ભાજપા સાંસદ અનુરાગ સીંઘ ઠાકુર મેન ઓફ ધ મેચ બન્યા હતા.
સ્પીકર્સ ઇલેવને ર૦ ઓવરમાં ૭ વીકેટના ભોગે રપ૧ રન બનાવ્યા હતા. ચેરમેન ઇલેવન ૮ વીકેટના ભોગે માત્ર ૧૭૮ રન જ બનાવી શકી શતી રાજયસભા ટીમના મહમ્મદ અજહરૂદીને ૪ર બોલમાં ૭૪ રન બનાવ્યા હતા.
લોકસભા ટીમના સાંસદો દીપેન્દ્ર હુડા અને નિશીકાંત દૂબેએ અનુક્રમે બેસ્ટ બોલર અને બેસ્ટ ફીલ્ડરમા ઇનામો મેળવ્યા હતા.
બેસ્ટ બેટસમેન અજહરૂદીન બન્યા હતા અને મંત્રી રામ મોહન નાઇડુ તથા સાંસદ ઇમરાન પ્રતાપગઢીને ગોલ્ડન ડકનું ઇનામ મળ્યુ હતું. કર્ણાટકના સાંસદ કે સુધાકર સુપર સીક્ષનું અને મનોજ તિવારી સુપરકેચનો એવોર્ડ જીત્યા હતા. ઉત્તરપ્રદેશના સાંસદ ચંદ્રેશેખર આઝાદ ને ફાઇટર ઓફ ધ મેચનો એવોર્ડ અપાયો હતો.
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મેચનું ઉધ્ધાટન કર્યુ હતુ અને કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે ખેલાડીઓને ઇનામ વિતરણ કર્યુ હતું. શ્રી બીરલાએ આયોજકોનો આભાર માનતા કહયું હતું કે સહિયારા પ્રયાસોથી ભારતમાંથી ટીબીનું નિર્મુલન થઇ શકશે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
