<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

અશ્‍વિન પાસે છે રોલ્‍સ રોયસ જેવી લકઝરી કારઃ ચેન્‍નાઇના ઘરની કિંમત ૯ કરોડ

ઇન્‍ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લેનાર સ્‍ટાર સ્‍પીનર છે કરોડોનો માલિક

મુંબઇ તા. ૧૮: ભારતના ઓફ સ્‍પિનર રવિચંદ્રન અશ્વિને ઈન્‍ટરનેશનલ ક્રિકેટમાંથી નિવળત્તિ લઈ લીધી છે. આજે બુધવારે ગાબા ટેસ્‍ટ પૂરી થતાં જ અશ્વિને નિવળત્તિ જાહેર કરી દીધી હતી.

રવિચંદ્રન અશ્વિનનો જન્‍મ ૧૯૮૬માં ચેન્નાઈમાં થયો હતો. અશ્વિને પોતાની જાદુઈ બોલિંગથી ભારત માટે ઘણી મેચ જીતી છે. આર અશ્વિને ભારત માટે ત્રણેય ફોર્મેટ રમ્‍યા છે, પરંતુ પૈસા કમાવવાના મામલે અશ્વિન પણ કોઈથી પાછળ નથી. તેણે ક્રિકેટ અને બ્રાન્‍ડ એન્‍ડોર્સમેન્‍ટ દ્વારા કમાણી કરે છે.

રવિચંદ્રન અશ્વિનની કુલ સંપત્તિ ૧૩૨ કરોડ રૂપિયા છે. અશ્વિન ભારતીય ટીમ અને IPL માટે રમીને સારો પગાર મેળવે છે. આ સિવાય તે ઘણી બ્રાન્‍ડ્‍સ સાથે પણ જોડાયેલો છે. રવિચંદ્રન અશ્વિન વાર્ષિક ૧૦ કરોડ રૂપિયા કમાય છે. તે દર મહિને અંદાજે ૫૦ લાખ રૂપિયા કમાય છે. બીસીસીઆઈના તાજેતરના વાર્ષિક કરારમાં અશ્વિન એ ગ્રેડમાં છે. ગ્રેડ A કેટેગરીના ખેલાડીઓને વાર્ષિક ૫ કરોડ મળે છે.

રાજસ્‍થાન રોયલ્‍સ અશ્વિનને સિઝન દીઠ ૫ કરોડ રૂપિયા ચૂકવે છે. આ ભારતીય દિગ્‍ગજની અત્‍યાર સુધીની સૌથી વધુ IPL સેલેરી ૭.૬ કરોડ રૂપિયા છે, જ્‍યારે તે પંજાબ કિંગ્‍સ માટે રમ્‍યો હતો. ૨૦૦૮માં ડેબ્‍યૂ કર્યા બાદ અશ્વિને આઈપીએલમાં અંદાજે ૮૨ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

રવિચંદ્રન અશ્વિન ઘણી બ્રાન્‍ડ સાથે જોડાયેલા છે. તે જાણીતો ચહેરો છે. અશ્વિન મિંત્રા, બોમ્‍બે શેવિંગ કંપની, મન્ના ફૂડ્‍સ, એરિસ્‍ટોક્રેટ બેગ્‍સ, ઓપ્‍પો, મૂવ, સ્‍પેક્‍સમેકર્સ, કોક સ્‍ટુડિયો તમિલ અને ડ્રીમ ૧૧ માટે એન્‍ડોર્સ કરે છે. તે કેરમ બોલ્‍સ નામની મીડિયા અને ઇવેન્‍ટ કંપની પણ ચલાવે છે.

રવિચંદ્રન અશ્વિન પાસે ચેન્નાઈમાં એક આલીશાન ઘર છે, જેની કિંમત અંદાજે ૯ કરોડ રૂપિયા છે. રિપોર્ટ અનુસાર, અશ્વિન પાસે ઓડી Q7 (અંદાજે ૯૩ લાખ) અને રોલ્‍સ રોયસ (અંદાજે ૬ કરોડ) પણ છે.

(3:46 PM IST)