<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

PF ફ્રોડના આરોપો બાદ પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી

નવી દિલ્હી:પ્રોવિડન્ટ ફંડ (PF) ફ્રોડના આરોપોને પગલે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ જમણેરી બેટ્સમેન રોબિન ઉથપ્પા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે.  ઉથપ્પા ભારતીય ટીમનો મિડલ ઓર્ડર બેટ્સમેન રહ્યો છે જેણે પોતાની આક્રમક બેટિંગથી ચાહકોમાં છાપ છોડી હતી.  જોકે, ઉથપ્પાની કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી હતી અને તે મોટાભાગનો સમય ટીમની બહાર રહ્યો હતો. ઉથપ્પા પર તેમની કંપનીના કર્મચારીઓના પગારમાંથી રકમ કાપવા છતાં તેમના પીએફ યોગદાનને રોકવાનો આરોપ છે.  ઉથપ્પા સેન્ચ્યુરીઝ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની ચલાવે છે અને કર્મચારીઓના પગારમાંથી 23 લાખ રૂપિયા કાપવા છતાં પીએફની રકમ તેમના ખાતામાં જમા કરાવવામાં આવી ન હતી.  હવે કર્ણાટકના આ ક્રિકેટર વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. આ વોરંટ સદાક્ષર ગોપાલ રેડ્ડી, પ્રાદેશિક પીએફ કમિશનર – II અને બેંગલુરુમાં રિકવરી ઓફિસર, કેઆર પુરમ દ્વારા જારી કરવામાં આવ્યું હતું.

 

(7:31 PM IST)