News of Wednesday, 25th December 2024
WTCની ફાઇનલમાં પહોંચવા ભારતે સીરીઝના બન્ને ટેસ્ટ જીતવા પડશેઃ નહિ તો અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડશે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઇન્ટ ટેબલમાં સાઉથ આફ્રિકા પ્રથમ, ઓસ્ટ્રેલીયા બીજા, ભારત ત્રીજા સ્થાને

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ૨૦૨૩-૨૫ માં ફાઈનલનું પિક્ચર હજુ સુધી સ્પષ્ટ થયું નથી. માત્ર આઠ મેચ બાકી છે પરંતુ ચાર ટીમ હજુ પણ ફાઈનલની રેસમાં સંપૂર્ણરીતે બનેલી છે. તેમાં ભારત સિવાય ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને શ્રીલંકાની ટીમો સામેલ છે. ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને વેસ્ટઈન્ડિઝ ફાઈનલની રેસથી આઉટ થઈ ચૂકી છે.
હાલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપના પોઈન્ટ ટેબલમાં સાઉથ આફ્રિકા પહેલા નંબરે છે. સાઉથ આફ્રિકાની ૧૦ મેચમાં ૬ જીત, ત્રણ હાર અને એક ડ્રો થી ૭૬ સ્કોર છે. સાઉથ આફ્રિકાનો સ્કોર ૬૩.૩૩ ટકા છે. ઓસ્ટ્રેલિયન ટીમ બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાની ૧૫ મેચમાં ૯ જીત, ચાર હાર અને ૨ ડ્રો થી ૧૦૬ સ્કોર છે. તેના સ્કોર ૫૮.૮૯ ટકા છે. ત્રીજા નંબરે હાજર ભારતની ૧૭ મેચમાં ૯ જીત, ૬ હાર અને ૨ ડ્રોથી ૧૧૪ સ્કોર છે. ભારતના સ્કોરના ૫૫.૮૮ ટકા છે. ભારતને વર્તમાન સાઈકલમાં બે મેચ રમવાની છે જે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છે.
૪૮.૨૧ ટકા સ્કોર સાથે ચોથા નંબરે ન્યૂઝીલેન્ડની ટીમ છે જે રેસથી બહાર થઈ ચૂકી છે. શ્રીલંકન ટીમ પાંચમા નંબરે છે પરંતુ તેની ફાઈનલમાં પહોંચવાની શકયતાઓ ઓછી છે. શ્રીલંકન ટીમના ૪૫.૪૫ ટકા સ્કોર છે અને તે મહત્તમ ૫૩.૮૫ ટકા સ્કોર સુધી પહોંચી શકે છે. ઈંગ્લેન્ડ છઠ્ઠા, પાકિસ્તાન સાતમાં, બાંગ્લાદેશ આઠમાં અને વેસ્ટઈન્ડિઝ નવમાં સ્થાને છે.
ભારતીય ટીમને સરળતાથી ફાઈનલમાં પહોંચવા માટે ઓસ્ટ્રેલિયા સામે બંને ટેસ્ટ જીતવી પડશે. જો ભારતીય ટીમ એક પણ મેચ ડ્રો કરાવે છે કે હારે છે તો તેને બીજા પરિણામો પર નિર્ભર રહેવું પડશે.
જો ભારતીય ટીમ સીરિઝને ૨-૧ થી જીતે છે તો તેને આશા કરવી પડશે કે શ્રીલંકા ઓસ્ટ્રેલિયા સામે બે મેચની ઘરેલુ સીરિઝમાં એક મેચને ડ્રો કરાવી દે કે સાઉથ આફ્રિકી ટીમ પાકિસ્તાન વિરુદ્ધ સીરિઝ હારી જાય.
જો ઓસ્ટ્રેલિયા સામે સીરિઝ ૨-૨ થી ડ્રો થાય છે તો ભારત ૫૫.૨૬ ટકા પોઈન્ટ પર સમાપ્ત થશે. દરમિયાન ભારતીય ટીમ ત્યારે જ ફાઈનલમાં પહોંચશે જ્યારે શ્રીલંકા પોતાના ઘરે ઓસ્ટ્રેલિયા સામે બે મેચની ટેસ્ટ સીરિઝમાં ૧-૦ કે ૨-૦ થી જીત મેળવે કે પાકિસ્તાની ટીમ સાઉથ આફ્રિકાને ૨-૦થી હરાવે. (૩૬.૪)
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
