<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ કર્યું જાહેર: ભારત-પાકિસ્તાન મેચ યોજાશે 23 ફેબ્રુઆરી

નવી દિલ્હી: ICC દ્વારા મંગળવારે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ફિક્સર અને જૂથોની જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી કરાચીમાં શરૂ થશે અને ફાઈનલ 9 માર્ચે યોજાશે. આઠ ટીમોની આ ટુર્નામેન્ટમાં 15 મેચો રમાશે અને આ સ્પર્ધા પાકિસ્તાન અને દુબઈમાં રમાશે.પાકિસ્તાનમાં રાવલપિંડી, લાહોર અને કરાચીમાં ત્રણ સ્થળોએ મેચ રમાશે. પાકિસ્તાનમાં દરેક સ્થળે ત્રણ ગ્રૂપ મેચો રમાશે, જેમાં બીજી સેમિફાઇનલ પણ લાહોરમાં યોજાશે. જ્યારે ભારતને સામેલ કરતી ત્રણ ગ્રૂપ મેચોની સાથે પ્રથમ સેમિફાઇનલ દુબઈમાં રમાશે.ફાઈનલ 9 માર્ચે લાહોરમાં રમાશે. પરંતુ જો ભારત ફાઈનલ માટે ક્વોલિફાય થશે તો તે સ્થિતિમાં તે દુબઈમાં રમાશે. સેમિ-ફાઇનલ અને ફાઇનલ બંનેમાં અનામત દિવસો રહેશે.પાકિસ્તાન 19 ફેબ્રુઆરીએ કરાચીમાં ગ્રુપ A ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. દુબઈ લેગની શરૂઆત બીજા દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચથી થશે.

(6:10 PM IST)