<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

શાબાશ...નિતીશકુમારની વિસ્‍ફોટક સદીએ ભારતને ફોલોઓનથી બચાવ્‍યુઃ સુંદરની પણ ફીફટી

બોકસીંગ ડે ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયન બોલરોને હંફાવતો નિતીશ રેડ્ડી, દિવસના અંતે ભારત ૩પ૮/૯

નવી દિલ્‍હીઃ મેલબોર્ન ટેસ્‍ટના ત્રીજા દિવસની રમતના અંતે  નીતિશ કુમારની વિસ્‍ફોટક સદીએ ભારતને ફોલોઓનથી બચાવ્‍યું છે તો સુંદરે પણ ફીફટી ફટકારી છે.

મોહમ્‍મદ સિરાજ (અણનમ ૨) અને નીતિશ કુમાર રેડ્ડી (અણનમ ૧૦૫) ક્રિઝ પર છે. નિતીશ રેડ્ડીએ પોતાની પ્રથમ ટેસ્‍ટ સદી ફટકારી હતી. ભારત હાલમાં ઓસ્‍ટ્રેલિયાના સ્‍કોરથી ૧૧૬ રન પાછળ છે.

ત્રીજા દિવસની રમતમાં રવિન્‍દ્ર જાડેજા અને ઋષભ પંતે સારી શરૂઆત કરી હતી અને કેટલાક સારા શોટ ફટકાર્યા હતા. જ્‍યારે એવું લાગતું હતું કે આ ભાગીદારી સ્‍થપાઈ છે ત્‍યારે ઋષભ પંત (૨૮)એ તેની ધીરજ ગુમાવી દીધી અને રેમ્‍પ શોટ મારવાનો પ્રયાસ કરતી વખતે તે સ્‍કોટ બોલેન્‍ડના બોલ પર થર્ડ મેન પર નાથન લાયન દ્વારા કેચ આઉટ થયો.

ત્‍યારબાદ થોડા સમય બાદ જાડેજા પણ ૧૭ રનના અંગત સ્‍કોર પર આઉટ થયો હતો. લાયને જાડેજાને એલબીડબલ્‍યુ કર્યો હતો.

આ પછી નીતીશ રેડ્ડી અને વોશિંગ્‍ટન સુંદરે ૧૨૭ રનની શાનદાર ભાગીદારી કરી હતી, પરંતુ સુંદર (૫૦) રન બનાવતાની સાથે જ આઉટ થઈ ગયો હતો.

આ પછી બુમરાહ શૂન્‍ય પર આઉટ થયો હતો. ભારતે ૧૧૬ ઓવરમાં ૯ વિકેટે ૩પ૮ રન બનાવ્‍યા છે. અને ઓસ્‍ટ્રેલીયાની પ્રથમ ઇનીંગથી ૧૧૬ રન પાછળ છે.

 નિતીશ ૧૦પ અને સીરાજ ર રને દાવમાં છે.

(3:16 PM IST)