<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

૨૦૨૪નો સૌથી ‘ફાલતુ' ભારતીય બેટર સાબિત થયો કિંગ કોહલી

આખા વર્ષમાં વિરાટની બૅટિંગ-ઍવરેજ રહી માત્ર ૨૧.૮૩, સંજય માંજરેકરનો ૧૯૯૨નો ૨૩.૪૨ની ઍવરેજનો રેકૉર્ડ તોડયો

મુંબઈ, તા.૧: મુંબઈના સ્‍ટાર ક્રિકેટર સચિન તેન્‍ડુલકર બાદ સૌથી વધુ ઇન્‍ટરનૅશનલ સેન્‍ચુરી ફટકારનાર વિરાટ કોહલીની કરીઅર માટે ૨૦૨૪ સૌથી ખરાબ સાબિત થયું છે. તેણે ત્રણેય ફૉર્મેટ મળીને ૨૦૨૪માં ૨૧.૮૩ની ઍવરેજથી બૅટિંગ કરી છે. આ તેના ઇન્‍ટરનૅશનલ કરીઅરની એક વર્ષની સૌથી ઓછી બૅટિંગ-ઍવરેજ છે અને ટૉપ-સિક્‍સમાં બૅટિંગ કરતાં ભારતીય બૅટરની એક વર્ષની ઓછી બૅટિંગ-ઍવરેજનો પણ આ રેકૉર્ડ છે. આ પહેલાં આ શરમજનક રેકૉર્ડ સંજય માંજરેકરના નામે હતો જેમણે ૧૯૯૨માં ૨૩.૪૨ની ઍવરજથી જ બૅટિંગ કરી હતી.

વિરાટ કોહલીએ આ વર્ષે ટેસ્‍ટમાં ૨૪.૫૨, વન-ડેમાં ૧૯.૩૩ અને વ્‍૨૦માં ૧૮.૦૦ની ઍવરેજથી બૅટિંગ કરી છે. રવિ શાસ્‍ત્રી માને છે કે તે હજી ૩-૪ વર્ષ માટે ક્રિકેટ રમી શકશે. ઇરફાન પઠાણ કહે છે કે કોહલી ઑફ-સ્‍ટમ્‍પની બહાર ડ્રાઇવ શૉટ રમવાની પોતાની લાલચ નથી છોડી રહયો. બધા સિનિયર તેને આ બાબતે સમજાવી રહયા છે. સામાન્‍ય દિવસોની જેમ તે મેદાન પર આ બાબતે શિસ્‍તાચાર નથી રાખી રહયો.'

 ૨૦૨૪માં વિરાટ કોહલીના રન અને બૅટિંગ-ઍવરેજ

૧૯ ટેસ્‍ટ-ઇનિંગ્‍સ : ૪૧૭ રન, ૨૪.૫૨ ઍવરેજ

 ૩ વન-ડે ઇનિંગ્‍સ : ૫૮ રન, ૧૯.૩૩ ઍવરેજ

૧૦ ટી૨૦ ઇનિંગ્‍સ : ૧૮૦ રન, ૧૮.૦૦ ઍવરેજ.(૨૩.૧૨)

(12:30 PM IST)