<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

ડ્રેસિંગ રૂમમાં ઇમાનદારી મહત્‍વપુર્ણઃ ગંભીર રોહિત કાલે રમશે કે નહિં તે અંગે મૌન

જયાં સુધી ડ્રેસીંગરૂમમાં ઇમાનદાર લોકો છે ત્‍યાં સુધી ભારતીય ટીમ સુરક્ષીત હાથમાં: પ્‍લેઇંગ ઇલેવન છેલ્લી ઘડીએ જાહેર કરાશે

 

નવી દિલ્‍હીઃ ભારતીય ટીમના મુખ્‍ય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્‍ફરન્‍સમાં જણાવ્‍યું કે, જયાં સુધી ડ્રેસીંગરૂમમાં ઇમાનદાર લોકો છે ત્‍યાં સુધી ભારતીય ક્રિકેટ સુરક્ષીત હાથમાં છે. એકમાત્ર વસ્‍તુ જે તેમને ત્‍યાં રાખે છે તે પ્રદર્શન છે. કોચ અને ખેલાડી વચ્‍ચેની ચર્ચા ડ્રેસીંગરૂમમાં જ રહેવી જોઇએ.

કોચ ગૌતમ ગંભીરે જણાવ્‍યું હતું કે ડ્રેસીંગરૂમમાં ઇમાનદારી મહત્‍વપુર્ણ છે. આ એક ટીમ ગેમ છે અને તમે બધાં તેને સ્‍વીકારો છો. આ માત્ર અહેવાલો છે, સત્‍ય નથી. મારે કોઇ રીપોર્ટ પર ટીપ્‍પણી કરવાની જરૂર નથી. ઇમાનદારી મહત્‍વપુર્ણ છે. અમે આગળ વધવા અને કેટલીક સારી વસ્‍તુઓ પ્રાપ્ત કરવા માંગીએ છીએ.

ગૌતમ ગંભીરને પણ પુંછવામાં આવ્‍યું કે શું રોહિત શર્મા કાલે રમશે? આના પર ગંભીરે કહયું ‘‘કાલે પીચ જોયા બાદ અમે ટોસ સમયે પ્‍લેઇંગ ઇલેવન નકકી કરીશું'' સિડની ટેસ્‍ટ પહેલા ભારતને મોટો ફટકો પડયો છે. ફાસ્‍ટ બોલર આકાશદીપ પીઠની સમસ્‍યાને કારણે સિડની ટેસ્‍ટમાંથી બહાર થઇ ગયો છે.

આકાશદીપ અંગે ગંભીરે જણાવ્‍યું હતુ કે તે પીઠની સમસ્‍યાને કારણે બહાર છે. ર૮ વર્ષીય આકાશદીપે બે ટેસ્‍ટ મેચોમાં કુલ ૮૭.પ ઓવર ફેંકી હતી અને તેની સમસ્‍યા આકાશના સ્‍થાને હર્ષિત રાણા અથવા પ્રસિધ્‍ધ કૃષ્‍ણ માંથી કોઇ એકને પ્‍લેઇંગ ઇલેવનમાં સ્‍થાન મળી શકે છે.

(3:32 PM IST)