<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

લોકપ્રિય રમત ખોખોની સૌપ્રથમ વર્લ્ડકપ : સોમવારથી દિલ્હીમાં શરૂ

પ્રતીક વાયકર ભારતના પુરુષોની ટીમનો અને પ્રિયંકા ઇન્ગળે ભારતની મહિલા ટીમની કૅપ્ટન

નવી દિલ્હીઃ ભારતભરમાં અને ખાસ કરીને ગુજરાતી તથા મરાઠી સમુદાયમાં ખૂબ રમાતી ખો-ખોની રમતનો સૌપ્રથમ વર્લ્ડ કપ પાટનગર દિલ્હીમાં સોમવાર, 13મી જાન્યુઆરીએ શરૂ થશે જેમાં પ્રતીક વાયકર ભારતના પુરુષોની ટીમનો અને પ્રિયંકા ઇન્ગળે ભારતની મહિલા ટીમની કૅપ્ટન છે. ખો-ખોની રમત સામાન્ય રીતે પરિવારની તેમ જ સ્કૂલ-કૉલેજની પિકનિકોમાં રમાતી હોય છે.

દિલ્હીમાં ખો-ખોનો વિશ્વ કપ ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં 13થી 19 જાન્યુઆરી સુધી રમાશે. પહેલા દિવસે ભારતની મેન્સ ટીમનો મુકાબલો (રાત્રે 8.30 વાગ્યાથી) નેપાળ સામે થશે, જ્યારે ભારતની મહિલા ટીમની પહેલી ટક્કર 14મીએ (સાંજે 7.00 વાગ્યાથી) સાઉથ કોરિયા સામે થશે.

અશ્વની કુમાર ભારતની મેન્સ ટીમના અને સુમિત ભાટિયા મહિલા ટીમના હેડ-કોચ છે.

(10:14 PM IST)