<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કરનાર નીતિશ કુમાર રેડ્ડી ઘૂંટણ પર તિરુપતિ મંદિરની સીડીઓ ચડ્યોઃ ઇંગ્લેન્ડ સિરીઝ માટે કરી પ્રાર્થના કરી

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કરનાર નીતિશ કુમાર રેડ્ડી ઘૂંટણ પર તિરુપતિ મંદિરની સીડીઓ ચડ્યોઃ ઇંગ્લેન્ડ સિરીઝ માટે કરી પ્રાર્થના કરી

મુંબઇઃ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કરનાર નીતિશ કુમાર રેડ્ડીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. નીતિશે મેલબોર્ન ટેસ્ટમાં સેન્ચુરી ફટકારી હતી. ત્યારે હવે નીતિશ કુમાર સહિત સમગ્ર ટીમ ભારત પરત આવી ચૂકી છે. ત્યારે નીતિશ હવે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ પર ફોક્સ કરી રહ્યો છે. આ વચ્ચે નીતિશ તિરુપતિ મંદિર પહોંચ્યો હતો, જ્યાં તે ઘૂંટણ પર સીડી ચઢ્યો હતો.

નીતિશ કુમારનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે તિરુપતિ મંદિરની સીડીઓ ચઢી રહ્યા છે, તે પણ ઘૂંટણિયે. નીતિશ આ વીડિયોમાં લાલ ટીશર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે. નીતિશનો આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયા પછી લોકો નીતિશની ભારે પ્રશંસા કરી રહ્યા છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 સિરીઝની શરૂઆત 22 જાન્યુઆરીથી થઈ રહી છે. આ સિરીઝ માટે નીતિશની પણ પસંદગી કરવામાં આવી છે. જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર નીતિશ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને પાંચ મેચોમાં 298 રન બનાવ્યા હતા. તે સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની લિસ્ટમાં ચોથા સ્થાને રહ્યો હતો.

(2:01 PM IST)