<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

ક્રિકેટરો પત્ની-ગર્લફ્રેન્ડ બાદ હવે આ લોકોને પણ વિદેશ સાથે નહીં લઈ જઈ શકે: BCCIએ બનાવ્યા નવા નિયમ

અંગત કામ માટે લોકોને પ્રવાસ પર લઈ જઈ શકશે નહીં: શેફ, હેર સ્ટાઈલિશ, અંગત સુરક્ષા ગાર્ડ અને રસોઈયાને સાથે લઈ જઈ શકશે નહીં

મુંબઈ :બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં શરમજનક હાર બાદ BCCIએ ભારતીય ખેલાડીઓ પર લગામ કસવાનું શરૂ કરી દીધું છે. ગુરુવારે સમાચાર આવ્યા કે ભારતીય ટીમના ખેલાડીઓ તેમના શેફ, હેર સ્ટાઈલિશ, અંગત સુરક્ષા ગાર્ડ અને રસોઈયાને સાથે લઈ જઈ શકશે નહીં. આ પહેલા BCCIએ નવો નિયમ બનાવીને કહ્યું હતું કે ખેલાડીઓની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ ટીમ સાથે પ્રવાસ કરી શકશે નહીં.

, BCCIએ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને મોટો ઝટકો આપવાની તૈયારી કરી લીધી છે. તાજેતરમાં જ BCCIએ ખેલાડીઓના પરિવાર માટે કેટલાક નિયમો બનાવ્યા છે. હવે ખેલાડીઓ તેમના અંગત કામ માટે રસોઇયા, હેર સ્ટાઈલિશ, પર્સનલ સિક્યોરિટી ગાર્ડને સાથે લઈ જઈ શકશે નહીં.
હવે તે સમગ્ર પ્રવાસ દરમિયાન ખેલાડીઓ સાથે રહી શકશે નહીં. તાજેતરમાં બીસીસીઆઈની બેઠકમાં ચર્ચા થઈ હતી. આ પહેલા ખેલાડીઓની પત્ની અને પરિવારના પ્રવાસ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંતર્ગત BCCIએ નવો નિયમ બનાવ્યો છે કે જો પ્રવાસ 45 દિવસનો છે તો ખેલાડીઓના પરિવારજનો કે પત્નીઓ તેમની સાથે માત્ર 14 દિવસ જ રહી શકશે.

આ ઉપરાંત જો ટૂર નાની હશે તો પરિવાર 7 દિવસથી વધુ રોકાઈ શકશે નહીં. સવાલ એ છે કે બીસીસીઆઈએ આ બધું કરવાનો નિર્ણય કેમ લીધો? આખરે, ખેલાડીઓની નજીકના લોકો સાથે BCCIને કઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો? આ વાત ફક્ત BCCI જ કહી શકે છે.

એટલું જ નહીં બીસીસીઆઈના પૂર્વ સચિવ જય શાહે પોતાના કાર્યકાળ દરમિયાન તમામ ક્રિકેટરો માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું ફરજિયાત બનાવ્યું હતું. BCCI હજુ પણ આ નિયમ પર અડગ છે.

આ બેઠકમાં બીસીસીઆઈના અધિકારીઓ ઉપરાંત કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર હાજર રહ્યા હતા. બેઠકમાં ભારતીય ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટ રમે તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો. હવે તેની અસર પણ જોવા મળી રહી છે. રોહિત શર્માએ રણજી મેચ માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
આ સાથે જ દિલ્હીએ વિરાટ કોહલીને રણજી મેચ માટે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. જો કે તે મેચ રમશે કે નહી તે જોવું રહ્યું. સાથે જ ટીમના અન્ય સિનિયર ખેલાડીઓ પણ રણજી ટ્રોફીમાં રમતા જોવા મળી શકે છે.

(11:04 PM IST)